બે વખત ઑલિમ્પિક મેડલ જીતનાર પી. વી. સિંધુ સિંગાપોરની ખેલાડી યેઓ જિયા મિને હરાવીને મેડ્રિડ સ્પેન માસ્ટર્સ સુપર ૩૦૦ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે.
પીવી સિંધુ
બે વખત ઑલિમ્પિક મેડલ જીતનાર પી. વી. સિંધુ સિંગાપોરની ખેલાડી યેઓ જિયા મિને હરાવીને મેડ્રિડ સ્પેન માસ્ટર્સ સુપર ૩૦૦ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. મેડ્રિડમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં સિંધુને સિંગાપોરની ખેલાડીને ૨૪-૨૨, ૨૨-૨૦થી હરાવવામાં ઘણી જહેમત ઉઠાવવા પડી હતી. સિંધુએ અત્યાર સુધી આ ખેલાડી સામે રમેલી તમામ ૪ મૅચમાં વિજય મેળવ્યો છે.
સિંધુ ગયા વર્ષે કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પ્રવેશી હતી તેમ જ ગોલ્ડ જીતી હતી ત્યાર બાદ પહેલી વખત કોઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે.
સિંધુ ફાઇનલમાં લોકલ ફેવરિટ કૅરોલિના મારિન અને ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા તુનજંગ વચ્ચે રમાનારી
બીજી સેમી ફાઇનલની વિજેતા સામે ટકરાશે.