આઇઓએના ૯૫ વર્ષના ઇતિહાસમાં અધ્યક્ષ બનનાર પ્રથમ ઑલિમ્પિયન અને પહેલાં આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા અને પ્રથમ મહિલા પણ છે.
પીટી ઉષાએ રચ્યો ઇતિહાસ
ભારતની દિગ્ગજ મહિલા રનર પીટી ઉષાને ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશન (આઇઓએ)એ પ્રથમ અધ્યક્ષ તરીકે પસંદ કર્યાં છે એને કારણે ભારતીય રમતગમતના વહીવટમાં નવા યુગની શરૂઆત થઈ છે. એશિયન ગેમ્સમાં ઘણા મેડલ જીતનારાં અને ૧૯૮૪ના લૉસ ઍન્જલસ ઑલિમ્પિકમાં ૪૦૦ મીટરની વિઘ્નદોડમાં ચોથા સ્થાને રહેલાં ૫૯ વર્ષનાં પીટી ઉષાને આ પદ માટે બિનહરીફ ચૂંટવામાં આવ્યાં છે. આઇઓએના ૯૫ વર્ષના ઇતિહાસમાં અધ્યક્ષ બનનાર પ્રથમ ઑલિમ્પિયન અને પહેલાં આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા અને પ્રથમ મહિલા પણ છે.