રાંચીમાં આકાશદીપે ૨૦ કિલોમીટરની વૉક-રેસ એક કલાક, ૧૯ મિનિટ અને ૫૫ સેકન્ડમાં પૂરી કરી હતી
Paris Olympic
આકાશદીપ સિંહ અને પ્રિયંકા ગોસ્વામી
પંજાબના બર્નાલાનો રનર આકાશદીપ સિંહ અને ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલી પ્રિયંકા ગોસ્વામી ગઈ કાલે રાંચીમાં નૅશનલ ઓપન રેસ વૉકિંગ ચૅમ્પિયનશિપમાં પોતપોતાની કૅટેગરીની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યાં એને પગલે તેઓ હવે આગામી ઑગસ્ટમાં બુડાપેસ્ટમાં યોજાનારી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેમ જ ૨૦૨૪માં પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે ક્વૉલિફાય થયાં છે. રાંચીમાં આકાશદીપે ૨૦ કિલોમીટરની વૉક-રેસ એક કલાક, ૧૯ મિનિટ અને ૫૫ સેકન્ડમાં પૂરી કરી હતી. તેણે ૧ઃ૨૦ઃ૧૦નો ક્વૉલિફાઇંગ ટાઇમ પાર કર્યો હતો. પ્રિયંકાએ ૨૦ કિલોમીટરની રેસ ૧ઃ૨૮ઃ૫૦ના ટાઇમિંગમાં પૂરી કરી હતી. તેને માટે ક્વૉલિફાઇંગ ટાઇમ ૧ઃ૨૯ઃ૨૦નો હતો. પ્રિયંકા કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી હતી. ગઈ કાલે તે ગોલ્ડ મેડલ જીતી હતી, પરંતુ ૧ઃ૨૮ઃ૪૫નો પોતાનો વિક્રમ નહોતી તોડી શકી.