હવે યુસુફ ડિકેચ પોતાની આ સ્ટાઇલને ટ્રેડમાર્ક કરવાની યોજના તૈયાર કરી રહ્યો છે
લાઇફ મસાલા
યુસુફ ડિકેચ
પૅરિસ ઑલિમ્પિક્સમાં તુર્કીના શૂટર યુસુફ ડિકેચે સિલ્વર મેડલ મેળવીને જેટલી શુભેચ્છા મેળવી છે એના કરતાં તેણે જે સ્ટાઇલથી, સ્વૅગથી શૂટિંગ કર્યું હતું એની ચર્ચા ખૂબ જ ચાલી હતી. એક તબક્કે તો લોકોએ બૉલીવુડના અભિનેતા આદિલ હુસૈનને યુસુફ સમજીને શુભેચ્છાઓ આપી દીધી હતી. યુસુફ ડિકેચે એક હાથ ખિસ્સામાં નાખીને કોઈ પણ જાતના સુરક્ષા ગિયરનો ઉપયોગ કર્યા વિના સાહજિકતાથી શૂટિંગ કર્યું હતું. એ સમયે તેણે પોતે રોજ પહેરતો એ જ ચશ્માં પહેર્યાં હતાં. તેણે 10 મીટર ઍર પિસ્ટલ મિશ્રિત ટીમ-સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો અને તુર્કીને ઑલિમ્પિક્સમાં પહેલો નિશાનબાજીનો મેડલ અપાવ્યો હતો. હવે યુસુફ ડિકેચ પોતાની આ સ્ટાઇલને ટ્રેડમાર્ક કરવાની યોજના તૈયાર કરી રહ્યો છે. તેના કોચ એર્લિન્ક બિલગિનીએ તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે કેટલાય લોકોએ યુસુફની પરવાનગી લીધા વિના તેની સ્ટાઇલ પર અધિકારનો દાવો કર્યો હતો. આથી ડિકેચે ટ્રેડમાર્ક માટે અરજી કરી છે.