Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ, સ્પેનને હાથે નિરાશા

ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ, સ્પેનને હાથે નિરાશા

Published : 08 August, 2024 08:16 PM | IST | Paris
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી હતી, પરંતુ આમાં એક પણ ગોલ થઈ શક્યો ન હતો, પરંતુ બીજા ક્વાર્ટરમાં સ્પેનનો વિજય થયો હતો. તેના માટે માર્ક મિરાલેસે 18મી મિનિટે ગોલ કર્યો હતો

તસવીર: પીટીઆઈ

તસવીર: પીટીઆઈ


ભારતીય હોકી ટીમે (Indian Hockey Team) ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પેરિસ ઑલિમ્પિક 2024 (Paris Olympics 2024)માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ સ્પેનને 2-1થી હરાવ્યું છે. ભારત તરફથી બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા હતા. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ગોલકીપર પી. શ્રીજેશ માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. આ તેની કારકિર્દીની છેલ્લી મેચ છે. ટીમ ઈન્ડિયાને પેરિસ ઑલિમ્પિકમાં આ ચોથો મેડલ મળ્યો છે. આ પહેલા તે શૂટિંગમાં 3 મેડલ જીતી ચૂક્યો છે.


પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી હતી, પરંતુ આમાં એક પણ ગોલ થઈ શક્યો ન હતો, પરંતુ બીજા ક્વાર્ટરમાં સ્પેનનો વિજય થયો હતો. તેના માટે માર્ક મિરાલેસે 18મી મિનિટે ગોલ કર્યો હતો. જોકે, સ્પેન (Paris Olympics 2024)ની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાની તાકાત બતાવી ભારત માટે ગોલ કર્યો હતો. આ રીતે બીજા ક્વાર્ટરના અંત સુધી ભારત અને સ્પેનની ટીમો 1-1ની બરાબરી પર રહી હતી.



ત્રીજા ક્વાર્ટરમાં ભારતે લીડ લીધી


ત્રીજા ક્વાર્ટર દરમિયાન ટીમ ઈન્ડિયા (Paris Olympics 2024) ખૂબ જ આક્રમક દેખાઈ રહી હતી. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતે એક ગોલ કર્યો હતો. હરમનપ્રીતે 33મી મિનિટે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ગોલ કર્યો. આ પછી તરત જ 35મી મિનિટે અભિષેકને ગ્રીન ગાર્ડ દેખાડવામાં આવ્યો હતો. જોકે, તે પણ 37મી મિનિટે મેદાનમાં આવ્યો હતો. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ટીમ ઈન્ડિયા પાસે 2-1ની લીડ હતી.

પેરિસ ઑલિમ્પિક 2024માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન આવું હતું


ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. આગળની મેચ આર્જેન્ટિના સાથે ડ્રો રહી હતી. ભારતે ત્રીજી મેચમાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. પરંતુ તેને બેલ્જિયમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. ભારતે ઑસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. ત્યાં પણ ગ્રેડ બિર્ટેનનો પરાજય થયો હતો. ભારતને જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સ્પેનને નિરાશાનો સામનો કરવો પડ્યો

સ્પેને છેલ્લા ક્વાર્ટરમાં પુનરાગમન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સફળતા ન મળી. છેલ્લી ઘડીમાં સ્પેનને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. પરંતુ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશે આસાનીથી બચાવ કર્યો હતો. સ્પેને અંતિમ ક્વાર્ટરમાં ગોલ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા હતા, પરંતુ ભારત જીત્યું. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2024 08:16 PM IST | Paris | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK