ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથની ભારતીય ટીમ જર્મની સામે ૧-૩થી હારી હતી
ભારતીય ટેબલ ટેનિસ ટીમ
પુરુષ ટીમની હાર બાદ હવે મહિલા ટીમની હાર સાથે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય ટેબલ ટેનિસનું અભિયાન સમાપ્ત થયું છે. ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથની ભારતીય ટીમ જર્મની સામે ૧-૩થી હારી હતી. ૧૯૮૮થી ઑલિમ્પિક્સમાં રમાઈ રહેલી ટેબલ ટેનિસની રમતમાં ભારત ક્યારેય મેડલ જીતી શક્યું નથી.
૨૦૦૮થી ઑલિમ્પિક્સમાં ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટની શરૂઆત થઈ હતી. ભારતે પહેલી વાર પૅરિસમાં આ ટીમ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મનિકા અને શ્રીજાએ ઑલિમ્પિક્સમાં વ્યક્તિગત ઇવેન્ટના રાઉન્ડ ઑફ 16માં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો. વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં સંઘર્ષ બાદ ભારતીય ટીમ એક પણ મેડલ વગર સ્વદેશ પાછી ફરશે.