ગઈ કાલે બ્રૉન્ઝ મેડલ જીતીને કઝાકિસ્તાન પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલ જીતનાર પહેલો દેશ બન્યો હતો
૧૦ મીટર ઍર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટના ત્રણેય મેડલ એશિયાઈ દેશોએ જીત્યા
ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ પૅરિસમાં મેડલ જીતવા માટે રસાકસીનો જંગ શરૂ થઈ ગયો છે. ગઈ કાલે બ્રૉન્ઝ મેડલ જીતીને કઝાકિસ્તાન પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલ જીતનાર પહેલો દેશ બન્યો હતો. ૧૦ મીટર ઍર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં કઝાકિસ્તાનની જોડી ઍલેક્ઝાન્ડ્રા લે અને ઇસ્લામ સતપાયેવે બ્રૉન્ઝ મેડલ મૅચમાં જર્મનીને હરાવ્યું હતું. પહેલો ગોલ્ડ મેડલ ચીનના ખાતામાં ગયો છે. ચીને ૧૦ મીટર ઍર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ગોલ્ડ મેડલ મૅચમાં સાઉથ કોરિયાને ૧૬-૧૨થી હરાવ્યું હતું. સાઉથ કોરિયાએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ રીતે ૧૦ મીટર ઍર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટના ત્રણેય મેડલ એશિયાઈ દેશને ગયા છે.