CASએ વિનેશ ફોગાટની પાંચ દલીલનો જવાબ આપ્યો હતો
ભૂતપૂર્વ કબડ્ડી અને હૉકી ખેલાડીઓ કુસ્તીબાજ વિનેશ ફોગાટના ઘરે ગંગાજલ સાથે સમર્થન અને આદર દર્શાવવા પહોંચ્યા હતા
કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (CAS)એ કુસ્તીબાજ વિનેશ ફોગાટની પૅરિસ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલની અરજી ડિસમિસ કર્યાના ઘણા દિવસો બાદ હાલમાં ૨૪ પાનાંનો વિગતવાર ચુકાદો બહાર પાડ્યો હતો જેમાં CASએ વિનેશ ફોગાટની પાંચ દલીલનો જવાબ આપ્યો હતો. વિનેશ ફોગાટે વજન-મશીનમાં ખરાબી, પિરિયડ્સના શરૂઆતના દિવસો, પહેલી ત્રણ મૅચનાં રિઝલ્ટ રદ ન કરવા, બે કિલોગ્રામની છૂટના નિયમ અને વજન વિશેના નિયમ ન જાણવાની દલીલ કરી હતી. CASએ આ તમામ દલીલ ફગાવી હતી. ચુકાદામાં તેમણે સ્વીકાર્યું હતું કે વિનેશને બીજા દિવસે સ્પર્ધા કરતા અટકાવતા નિયમો કડક હતા, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે નિયમ એટલે નિયમ.