નીરજ ચોપડાએ સિલ્વર મેડલ અને ઐતિહાસિક આઇફલ ટાવર સાથેનો ફોટો શૅર કર્યો હતો
નીરજ ચોપડા
ગઈ કાલે ભારતીય જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ સિલ્વર મેડલ અને ઐતિહાસિક આઇફલ ટાવર સાથેનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘ઑલિમ્પિક્સમાં ભારત માટે વધુ એક મેડલ જીતીને ખૂબ આનંદ થયો. આ વખતે પૅરિસમાં આપણું રાષ્ટ્રગીત વગાડી શકાયું નથી, પરંતુ એ ક્ષણ માટે વધુ મહેનત કરવામાં આવશે. ઑલિમ્પિક્સમાં ફરી એક વાર ભારત માટે પોડિયમ પર આવવા બદલ ખૂબ ગર્વ છે. પ્રેમ અને સમર્થન બદલ આભાર.’