Paris Olympic 2024: આ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભારતીય હૉકી ટીમે ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 52 વર્ષ બાદ હરાવીને ઈતિહાસ રચ્યો હતો જેની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે.
ભારતીય હૉકી મેન્સ ટીમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું હતું (તસવીર સૌજન્ય: PTI)
પૅરિસ ઑલિમ્પિક 2024માં ભારતીય હૉકી મેન્સ ટીમે (Paris Olympic 2024) સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ પહેલા હૉકી ટીમે ટોક્યો ઑલિમ્પિક 2020માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન ઑલિમ્પિકમાં ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેઓએ ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 52 વર્ષ બાદ ઑલિમ્પિકમાં હરાવીને ઈતિહાસ રચ્યો છે. ટીમના ગોલકીપર પી. આર. શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હતી અને હૉકી ટીમે શ્રેષ્ઠ ખેલાડીને બેસ્ટ વિદાય પણ આપી છે. પૅરિસ ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની ટીમ દેશ પરત ફરી છે. આજે સવારે એરપોર્ટ પર ભારતીય હૉકી ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સતત બે ઑલિમ્પિકમાં હૉકી ટીમની સફળતાથી દરેક ભારતીય ખુશ છે. હવે હૉકી ટીમ ભારત પરત ફરી અને તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અન્ય ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી (Paris Olympic 2024) બહાર આવી રહ્યા છે અને ચાહકો તેમને હાર પહેરાવી તેમને અભિનંદન આપી રહ્યા છે. આ સાથે બેકગ્રાઉન્ડમાં ઢોલનો પણ અવાજ સંભળાઈ રહ્યો છે અને દરેક ચાહકો એકદમ ખુશ દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
#WATCH | Indian Men`s Hockey Team players celebrate as they arrive at Delhi airport after winning a bronze medal at the #ParisOlympics2024 pic.twitter.com/UN5edgVqIJ
— ANI (@ANI) August 10, 2024
ભારતીય ખેલાડીઓએ એરપોર્ટની બહાર પોતાના બ્રોન્ઝ મેડલ સાથે ફોટો પડાવ્યો હતો. ઘણા ખેલાડીઓ ઢોલના તાલ પર ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. ખેલાડીઓએ સફળતાની ઉજવણી કરવા માટે તેમના ડાન્સ મૂવ્સ પણ બતાવ્યા. હૉકી ઈન્ડિયાના ખેલાડી સચિવ ભોલાનાથ સિંહે કહ્યું કે પીઆર શ્રીજેશ ઑલિમ્પિકના સમાપન સમારોહમાં ધ્વજ ધારક બનવા માટે લાયક હતા. ભારત સરકાર અને ભારતીય ઑલિમ્પિક (Paris Olympic 2024) સમિતિએ તેમને આ તક આપી છેજેને કારણે હૉકી ઈન્ડિયા તેમનો આભાર માને છે. સતત મેડલ જીતવું એ મોટી સિદ્ધિ છે, પરંતુ અમારું લક્ષ્ય ફાઈનલ રમવાનું હતું. અમિત રોહિદાસને બહાર બેસવાની રેફરીની ભૂલ અમને મોંઘી પડી અને તેથી જ અમે બ્રોન્ઝ સાથે અહીં લાવ્યા છીએ. નહીંતર આ મેડલનો રંગ જુદો હોત.
સ્પેનને હરાવી ભારતીય હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો
બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતીય હૉકી ટીમે સ્પેનિશ ટીમને 2-1થી હરાવી હતી. ભારતે 32 વર્ષ બાદ ઑલિમ્પિક ગેમ્સમાં સતત બે મેડલ જીત્યા છે. આ પહેલા ટીમ ઈન્ડિયા 1968 મેક્સિકો સિટી ઑલિમ્પિક અને 1972 મ્યુનિક ઑલિમ્પિકમાં (Paris Olympic 2024) સતત બે બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. ભારતીય ટીમના સુપરસ્ટાર ગોલકીપર પીઆર શ્રીજેશ પૅરિસ ઑલિમ્પિક 2024ના સમાપન સમારોહ માટે ભારતના ધ્વજવાહકની ભૂમિકા ભજવશે. તેમ જ હવે ભારતના બીજા ખેલાડીઓ ભારતને તેનું પહેલું ગોલ્ડ મેડલ અપાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે.