રીસાઇકલ કરેલા સ્ટીલથી બનેલો ઑલિમ્પિક્સનો લોગો સીન નદીની સામેની તરફ મૂકવામાં આવ્યો છે
પૅરિસનો આઇફલ ટાવર ઑલિમ્પિક રિંગ્સથી સુશોભિત થયો
૨૬ જુલાઈથી પૅરિસમાં શરૂ થનારી ઑલિમ્પિક્સ ગેમ્સ માટે ૫૦ દિવસ પહેલાં વિશ્વપ્રસિદ્ધ આઇફલ ટાવર પર ઑલિમ્પિક રિંગ્સ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે. રીસાઇકલ કરેલા સ્ટીલથી બનેલો ઑલિમ્પિક્સનો લોગો સીન નદીની સામેની તરફ મૂકવામાં આવ્યો છે. ૩૦ ટન વજનની આ રિંગ્સ આઇફલ ટાવરના પહેલા અને બીજા માળની વચ્ચે બે મોટી ક્રેનની મદદથી મૂકવામાં આવી છે. ઑલિમ્પિક્સ સમયે યજમાન દેશના પ્રતિષ્ઠિત સ્થળ પર આ રિંગ્સ મૂકવામાં આવે છે.