Olympic 2036 Likely to Host in Ahmedabad: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટે લાલ કિલ્લા પર તેમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે `ભારત ઑલિમ્પિક ગેમ્સ-2036ની યજમાની કરશે.`
ઑલિમ્પિક ગેમની લોગો (ફાઇલ તસવીર)
ઑલિમ્પિક રમત ભારતમાં યોજાય તે માટે સરકાર દ્વારા પ્રયત્નો શરૂ થઈ ગયા છે. ભારતમાં ઑલિમ્પિક્સના આયોજનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતે 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની માટે અરજી કરી છે. જેને પગલે ભારતીય ઑલિમ્પિક એસોસિયેશન (IOA) એ ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કાઉન્સિલ (Olympic 2036 Likely to Host in Ahmedabad) (IOC)ને પત્ર પણ લખ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયના સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી કે ભારત સરકારે પહેલી ઑક્ટોબરે લેટર ઑફ ઈન્ટેન્ટ દ્વારા IOCને ભારતમાં ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો ભારત ઑલિમ્પિક ગેમ્સના યજમાની મેળવી લે છે, તો તે ઇતિહાસમાં પ્રથમ બનશે જ્યારે ઑલિમ્પિક ગેમ્સ ભારતના કોઈ શહેરમાં યોજાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટે લાલ કિલ્લા પર તેમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે `ભારત ઑલિમ્પિક ગેમ્સ-2036ની યજમાની કરશે.` ત્રણ મહિના પહેલાં પૅરિસમાં યોજાયેલી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ એક સિલ્વર સહિત છ મેડલ મેળવ્યા હતા. ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં પીએમ મોદીએ પેરિસમાં ઑલિમ્પિક ગેમ્સના (Olympic 2036 Likely to Host in Ahmedabad) આયોજનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ઑલિમ્પિક ગેમ્સનું હવે તમે ટૂંક સમયમાં ભારતમાં પણ આયોજન થતાં જોઈ શકશો. અમે 2036માં ઑલિમ્પિકના આયોજન માટે દરેક પ્રયાસો કરીએ છીએ. 2032 સુધી ઑલિમ્પિકની યજમાની નક્કી કરવામાં આવી છે. 2036 માટે હરાજી કરવામાં આવશે અને 2032 સુધી ઑલિમ્પિકની ભારતમાં યજમાની નક્કી કરવામાં આવી શકે છે. 2032ની યજમાની ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરને આપવામાં આવી છે. જ્યારે 2028 ઑલિમ્પિક્સ લૉસ ઍન્જલસમાં થવાની છે.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં ભારતે બે એશિયન અને એક કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. આ સાથે ભારતે ત્રણ મલ્ટી-સ્પોર્ટસ ગેમ્સનું પણ આયોજન કર્યું છે. ભારતે છેલ્લે 2010માં કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. આ પહેલાં આપણા દેશમાં 1982 અને 1951ની એશિયન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે ઑલિમ્પિક ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું ભારતે છેલ્લી બે ઑલિમ્પિક ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટોક્યો ઑલિમ્પિક 2020માં ભારતે કુલ સાત મેડલ જીત્યા, જે અત્યારસુધીનું આપણું સર્વશ્રેષ્ઠ ઑલિમ્પિક પ્રદર્શન હતું. આ ઉપરાંત 2024માં પેરિસમાં આયોજિત ઑલિમ્પિક 2024માં પણ ભારતે છ મેડલ જીત્યા હતા. ભારતે 2010માં દિલ્હીમાં કૉમનવેલ્થ ગેમ્સની (Olympic 2036 Likely to Host in Ahmedabad) યજમાની કરી હતી અને હવે તે ઑલિમ્પિક જેવી મહત્ત્વની ઇવેન્ટની યજમાની કરવા તૈયાર છે. ભારતના સ્પોર્ટ્સ ક્ષેત્ર માટે આ એક મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે, જે દેશના ખેલપ્રેમીઓ અને ખેલાડીઓ માટે ઐતિહાસિક તક બનશે. ભારતનું આ પગલું એ પણ સિદ્ધ કરે છે કે ભારત હવે રમતગમતના ક્ષેત્રમાં પોતાની ઓળખને વધુ મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.