ભારતીય ખેલકૂદમાં ભાગ લેનારાઓને મૉટિવેટ કરવામાં ઉમદા આગેવાની બદલ તેમને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે
નીતા અંબાણી
રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચૅરપર્સન નીતા અંબાણીને ગઈ કાલે સાંજે દિલ્હીમાં સીઆઇઆઇ સ્કોરકાર્ડ-૨૦૨૩ ઇવેન્ટમાં ‘સ્પોર્ટ્સ લીડર ઑફ ધ યર - ફીમેલ’ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ભારતીય ખેલકૂદમાં ભાગ લેનારાઓને મૉટિવેટ કરવામાં ઉમદા આગેવાની બદલ તેમને આ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે તેમ જ તેમના ફાઉન્ડેશનને ‘બેસ્ટ કૉર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સ ઇન ઇન્ડિયા’ અવૉર્ડ અપાયો છે. નીતા અંબાણીએ બન્ને પુરસ્કાર સ્વીકારતી વખતે બેહદ આનંદ અને ગૌરવ વ્યક્ત કર્યાં હતાં.

