Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > News In Shorts : રોનાલ્ડિન્યોની વિશ્વભરમાં યોજાશે સ્ટ્રીટ સૉકર લીગ

News In Shorts : રોનાલ્ડિન્યોની વિશ્વભરમાં યોજાશે સ્ટ્રીટ સૉકર લીગ

Published : 01 May, 2023 10:25 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોનાલ્ડિન્યો ગ્લોબલ સ્ટ્રીટ લીગ (આરજીએસએલ) વર્ષ ૨૦૨૩ના છેલ્લા ભાગમાં શરૂ થશે

રોનાલ્ડિન્યો

News In Shorts

રોનાલ્ડિન્યો


રોનાલ્ડિન્યોની વિશ્વભરમાં યોજાશે સ્ટ્રીટ સૉકર લીગ


બ્રાઝિલનો મહાન ફુટબોલર રોનાલ્ડિન્યો વિશ્વવ્યાપી સ્ટ્રીટ સૉકર લીગ શરૂ કરી રહ્યો છે કે જેથી ટૅલન્ટેડ યુવા ખેલાડીઓને પોતાની કાબેલિયત પ્રદર્શિત કરવાની અને સ્ટાર ખેલાડી બનવાની તક મળી શકે. રોનાલ્ડિન્યો ગ્લોબલ સ્ટ્રીટ લીગ (આરજીએસએલ) વર્ષ ૨૦૨૩ના છેલ્લા ભાગમાં શરૂ થશે. પહેલાં તો સોશ્યલ મીડિયા પર ખેલાડીઓ પોતાની બેસ્ટ સ્કિલ્સ અને ટ્રિક્સ અપલોડ કરી શકશે. વિશ્વનાં અનેક મોટાં શહેરોમાં મૅચો અને સ્પર્ધાઓ યોજાશે અને વિજેતા ટીમને આરજીએસએલ ચૅમ્પિયન્સનું ટાઇટલ અપાશે. 



ફખરે ૧૮૦ રનથી પાકિસ્તાનને ૩૩૭ રન ચેઝ કરી આપ્યા


પાકિસ્તાને શનિવારે રાવલપિંડીમાં વન-ડેમાં પોતાના બીજા નંબરના સૌથી મોટા વન-ડે સ્કોર (૩૩૭/૩) સાથે ન્યુ ઝીલૅન્ડને બીજી મૅચમાં પણ હરાવીને પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી સરસાઈ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડે બૅટિંગ મળ્યા બાદ ડેરિલ મિચલ (૧૨૯ રન, ૧૧૯ બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) અને કૅપ્ટન ટૉમ લેથમ (૯૮ રન, ૮૫ બૉલ, એક સિક્સર, આઠ ફોર)ની ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટે ૩૩૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાનમાં ન્યુ ઝીલૅન્ડનું આ સર્વોચ્ચ વન-ડે ટોટલ હતું. પાકિસ્તાન ૩૩૭ રનનો તોતિંગ લક્ષ્યાંક મેળવી શકશે કે કેમ એમાં ઘણાને શંકા હતી, પરંતુ ઓપનર ફખર ઝમાન (૧૮૦ અણનમ, ૧૪૪ બૉલ, છ સિક્સર, સત્તર ફોર) અને કૅપ્ટન બાબર આઝમ (૬૫ રન, ૬૬ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચેની બીજી વિકેટ માટેની ૧૭૫ રનની ભાગીદારીએ પાકિસ્તાનને વિજયની નજીક લાવી દીધું હતું અને પછી મોહમ્મદ રિઝવાને (૫૪ અણનમ, ૪૧ બૉલ, છ ફોર) ૪૯મી ઓવરમાં બીજા બૉલ પર વિનિંગ શૉટ ફટકારીને પાકિસ્તાનને વિજય અપાવી જ દીધો હતો. પાકિસ્તાને ૪૮.૨ ઓવરમાં ૩૩૭/૩ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. વન-ડેમાં ઑસ્ટ્રેલિયા સામેના ૩૪૯/૪ પાકિસ્તાનનો હાઇએસ્ટ સ્કોર છે. ફખરને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2023 10:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK