કૅપ્ટન શૅન્ટોની સદીથી બંગલાદેશનું પલડું ભારે, ફ્રાન્સની ફેમસ આલ્પ્સ પર્વતમાળામાં યોજાશે ઑલિમ્પિક વિન્ટર ગેમ્સ અને વધુ સમાચાર
પ્રતીકાત્મક તસવીર
ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશને ગઈ કાલે ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે ભારતની સૌથી મોટી ફુટબૉલ સ્પર્ધા આઇ-લીગ (ઇન્ડિયન લીગ)ના કેટલાક ખેલાડીઓને તાજેતરમાં મૅચ સંબંધે ગેરરીતિઓ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે પ્લેયર્સનો આ ખોટા કામ માટે કેવી રીતે અને કોણે સંપર્ક કર્યો એ વિશે ફેડરેશને કોઈ ફોડ નહોતો પાડ્યો, પરંતુ આ કિસ્સામાં તપાસ કરવામાં આવશે એવી ખાતરી આપી હતી.
કૅપ્ટન શૅન્ટોની સદીથી બંગલાદેશનું પલડું ભારે
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલે ત્રીજા દિવસે કૅપ્ટન નજમુલ શૅન્ટો (૧૦૪ નૉટઆઉટ, ૧૯૩ બૉલ, ૧૦ ફોર)ની પાંચમી સદીની મદદથી બંગલાદેશે ૭ રનની લીડ ઉતાર્યા બાદ ત્રણ વિકેટ ૨૧૨ રન બનાવ્યા હતા એટલે રમતના અંતે યજમાન ટીમ ૨૦૫ રનથી આગળ હતી. શૅન્ટોની સાથે મુશફિકુર રહીમ ૪૩ રને રમી રહ્યો હતો.
ફ્રાન્સની ફેમસ આલ્પ્સ પર્વતમાળામાં યોજાશે ઑલિમ્પિક વિન્ટર ગેમ્સ
ફ્રાન્સની આલ્પ્સ પર્વતમાળામાં ૨૦૩૦ની સાલમાં ઑલિમ્પિક વિન્ટર ગેમ્સ યોજવા માટે ફ્રાન્સને ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇએસી)નું આમંત્રણ મળ્યું છે. આ વિશેનો નિર્ણય ઑક્ટોબરમાં મુંબઈમાં આઇઓસીના સેશન દરમ્યાન લેવાઈ ગયો હતો.

