ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ’ નામની ઍપ્લિકેશનમાં ફાયદા, ઉદ્દેશોનો તેમ જ દસ્તાવેજો ઑનલાઇન તપાસી લેવા જેવી સગવડોનો તેમ જ અનેક પ્રકારની જાણકારીનો સમાવેશ છે.
News In Short
ખેલો ઈન્ડિયા ઍપ તસવીર સૌજન્ય પ્લેસ્ટોર
ખેલો ઇન્ડિયા માટે ઍપ શરૂ થઈ
ખેલકૂદ મંત્રાલયે ભોપાલમાં આજે શરૂ થતી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ઍથ્લીટ્સ માટે મોબાઇલ-ઍપ શરૂ કરી છે. ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ’ નામની ઍપ્લિકેશનમાં ફાયદા, ઉદ્દેશોનો તેમ જ દસ્તાવેજો ઑનલાઇન તપાસી લેવા જેવી સગવડોનો તેમ જ અનેક પ્રકારની જાણકારીનો સમાવેશ છે.
ADVERTISEMENT
બૉક્સિંગનું ફેડરેશન રેસલર્સના ફેડરેશન જેવું જ છે : નીરજ ગોયત
કુસ્તીબાજો બે અઠવાડિયાંથી રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને એનાપ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે એની અસર એટલી બધી થઈ છે કે બૉક્સિંગ ફેડરેશન વિરુદ્ધ આક્ષેપો આવવા લાગ્યા છે. જાણીતા પ્રોફેશનલ બૉક્સર નીરજ ગોયતે આઇ.એ.એન.એસ.ને જણાવ્યું કે ‘આપણા કુસ્તીબાજો પર મને ગર્વ છે. પોતાને જે ખોટું લાગી રહ્યું છે એ દુનિયા સમક્ષ લાવવા તેઓ બહાર તો આવ્યા. અમારું બૉક્સિંગ ફેડરેશન પણ તેમના ફેડરેશન જેવું જ છે. એના અધિકારીઓને વિજયી ઍથ્લીટો સાથે ફોટો પડાવવામાં જ રસ હોય છે. તેમને માત્ર જીત સાથે જ લેવાદેવા છે. જેઓ મુક્કાબાજીમાં હારી ગયા તેમના વિશે અને તેઓ કેમ હારી ગયા એમાં ઊંડા ઊતરવાની અધિકારીઓને કોઈ ફિકર નથી હોતી. અમિત પંઘાલ ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાનો હતો, પણ કમનસીબે પ્રી-ક્વૉર્ટરમાં હારી ગયો. પરાજય પછી તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો, પરંતુ ફેડરેશનને તેની સાથે વાત કરવાનું પણ ઠીક નહોતું લાગ્યું.’
માર્ચમાં ભારતમાં કુસ્તીબાજોની એશિયન સ્પર્ધા યોજાશે કે નહીં?
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાનો વિવાદ દેશભરની મહિલા ઍથ્લીટોની સલામતી માટે આંખ ઉઘાડનારો કહી શકાય એવી ચર્ચા વચ્ચે ભારત સહિત વિવિધ દેશોના કુસ્તીબાજોનાં ફેડરેશનોની યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે ચિંતા વ્યક્ત કરી છે કે ભારતમાં કુસ્તીબાજોના મુદ્દે જેકંઈ ચાલી રહ્યું છે એ જોતાં આગામી માર્ચ-એપ્રિલમાં ભારતના પાટનગર દિલ્હીમાં એશિયન સિનિયર ચૅમ્પિયનશિપ યોજાશે કે નહીં? અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં કેટલાંક ભારતીય સ્પોર્ટ્સ ફેડરેશનોના ગેરસંચાલન અને ગેરવહીવટને કારણે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીએ ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દીધું હતું.
ચેક રિપબ્લિકની જોડી સાતમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતીને સાતમા આસમાને
૨૦૨૩ના વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે વિમેન્સ ડબલ્સમાં ચેક રિપબ્લિકની કૅટરિના સિનિઆકોવા (જમણે) અને બાર્બોરા ક્રેસિકોવા (ડાબે) ચૅમ્પિયન બની હતી. તેમણે ફાઇનલમાં જપાનની શુકો ઍઓયામા અને એના શિબાહરાની જોડીને ૬-૪, ૬-૩થી હરાવી હતી. સિનિઆકોવા અને ક્રેસિકોવાનું જોડીમાં આ સાતમું ગ્રૅન્ડ સ્લૅમ ડબલ્સ ટાઇટલ છે. બન્ને ગયા વર્ષે પણ આ સ્પર્ધા જીતી હતી. મેન્સમાં ઑસ્ટ્રેલિયાના રિન્કી હિજીકાતા અને જેસન કુબ્લેર ચૅમ્પિયન બન્યા છે. તસવીર રોઇટર્સ/એ.પી.
આ પણ વાંચો: News in Short : માઇક ટાઇસન સામે બળાત્કારનો આક્ષેપ, મહિલા અદાલતમાં
પહેલી ટ્રોફી સાથે ચૅમ્પિયનની યાદગાર સફર
બેલારુસની ઍરીના સબાલેન્કાએ ગઈ કાલે પહેલી ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી સાથે મેલબર્નના રૉયલ બૉટનિકલ ગાર્ડનના સરોવરમાં યાદગાર સફર કરી હતી. તેણે ફાઇનલમાં કઝાખસ્તાનની એલેના રબાકિનાને હરાવી હતી. તસવીર એ.પી./પી.ટી.આઇ.