આ ફૉર્મ્યુલા-વન રેસિંગ કાર-ડ્રાઇવરની જેટલી પણ સફળ કાર છે એમાંની આ એક છે.
News In Short
માઇકલ શૂમાકર
શૂમાકરની ફરારીના ૧૦૯ કરોડ રૂપિયા ઊપજ્યા
જર્મનીના ફૉર્મ્યુલા-વન લેજન્ડ માઇકલ શૂમાકરની ફરારી (એફ૨૦૦૩-જીએ) સ્વિટ્ઝરલૅન્ડની હરાજીમાં ૧૩ મિલ્યન સ્વિસ ફ્રાન્ક (અંદાજે ૧૦૮.૭૪ કરોડ રૂપિયા) ઊપજ્યા છે. આ ફૉર્મ્યુલા-વન રેસિંગ કાર-ડ્રાઇવરની જેટલી પણ સફળ કાર છે એમાંની આ એક છે. એક અજાણ્યા ખરીદનારે ટેલિફોન પરની બિડ દ્વારા આ કાર સૌથી ઊંચા ભાવે ખરીદી હતી. ઑક્શન શરૂ થયા બાદ આ કારની બોલીમાં ભાવ ૧૦ મિલ્યન ફ્રાન્કને પાર થયો કે પંદર જ મિનિટની અંદર સૌથી ઊંચા ભાવની બિડ અપાઈ હતી અને એનાથી કોઈ પણ બિડ વધુ ન હોવાથી આ ખરીદનારને કારની માલિકી સોંપાઈ હતી.
ADVERTISEMENT
સાઉથ આફ્રિકાના પતનની થશે તપાસ
‘ચૉકર્સ’ તરીકેની છાપ ધરાવતું સાઉથ આફ્રિકા મોટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં નૉકઆઉટમાં કે નૉકઆઉટની નજીક પહોંચ્યા પછી પાણીમાં બેસી જાય છે અને આ વખતના ટી૨૦ વર્લ્ડ કપમાં નેધરલૅન્ડ્સ સામેના શૉકિંગ પરાજયને લીધે એ સેમી ફાઇનલથી વંચિત રહી ગયું એ વિશે સાઉથ આફ્રિકાનું ક્રિકેટ બોર્ડ આ પતનનાં કારણો તપાસશે. આવતા વર્ષે ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાશે અને એ પહેલાં છેલ્લી ઘડીએ ફસકી પડવાની કચાશ કેવી રીતે દૂર કરવી એની પણ સમીક્ષા કરાશે.