ભુવનેશ્વરમાં ૧૨ મેથી શરૂ થનારા નૅશનલ ફેડરેશન કપમાં ભાગ લેશે
નીરજ ચોપરાની તસવીર
ઑલિમ્પિક્સ અને વર્લ્ડ ચૅમ્પિયન જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા ત્રણ વર્ષ બાદ ભારતની સ્થાનિક ટુર્નામેન્ટમાં વાપસી કરશે. નીરજ ચોપડા બારથી ૧૫ મે દરમ્યાન ભુવનેશ્વરમાં યોજાનાર નૅશનલ ફેડરેશન કપનો ભાગ બનશે. ૨૬ વર્ષનો નીરજ ચોપડા એ પહેલાં ૧૦ મેથી દોહામાં પ્રતિષ્ઠિત ડાયમન્ડ લીગથી સીઝનની શરૂઆત કરશે. ૮૯.૯૪ મીટરના જૅવલિન થ્રોનો રાષ્ટ્રીય રેકૉર્ડ ધરાવતા નીરજ ચોપડાનો મુખ્ય ટાર્ગેટ ૯૦ મીટરના અંતરને સ્પર્શવાનો રહેશે. ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપડા ૨૦૨૨માં ડાયમન્ડ લીગ ચૅમ્પિયન અને ૨૦૨૩માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો.