આ ચૅમ્પિયનશિપમાં ૨૫૦થી વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર
આવતી કાલે દહિસરમાં આવેલા દહિસર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનમાં મુંબઈની પહેલી કરાટે ચૅમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધી ચાલનારી આ ચૅમ્પિયનશિપમાં ૨૫૦થી વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાનું આયોજન જપાન કરાટે અસોસિએશન ઑફ ઇન્ડિયા (મહારાષ્ટ્ર)ના સિક્સ્થ ડૅન (જપાનમાં માર્શલ આર્ટની રૅન્ક) બ્લૅક બેલ્ટ સેન્સે (જપાનમાં માર્શલ આર્ટના ટીચર) દિવેશ ત્રિવેદી, ફોર્થ ડૅન બ્લૅક બેલ્ટ સેન્સે માણિક નાયડુ અને થર્ડ ડૅન બ્લૅક બેલ્ટ સેન્સે પ્રવીણ ગુપ્તાએ કર્યું છે.