ગઈ કાલે સિંધુએ સોશ્યલ મીડિયા પર વેંકટ દત્તા સાઈ સાથેના રિંગ સેરેમનીના ફોટો શૅર કર્યા હતા
રિંગ સેરેમનીના ફોટો
બે વારની ઑલિમ્પિક મેડલ વિજેતા બૅડ્મિન્ટન સ્ટાર પી. વી. સિંધુની ગૃહસ્થ જીવનમાં પ્રવેશવાની તૈયારી શરૂ થઈ છે. ગઈ કાલે સિંધુએ સોશ્યલ મીડિયા પર વેંકટ દત્તા સાઈ સાથેના રિંગ સેરેમનીના ફોટો શૅર કર્યા હતા. ૨૦ ડિસેમ્બરથી બન્નેનાં લગ્નનો સમારોહ શરૂ થશે અને બાવીસમી ડિસેમ્બરે ઉદયપુરમાં બન્નેનાં લગ્ન થશે. ૨૪ ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.