અનેક ઉતાર-ચઢાવ બાદ માયામીનો ૦-૧થી પરાજય થયો હતો.
મેસી રિધમ વગર પંચાવનમી મિનિટમાં આવ્યો,
ફ્લોરિડામાં શનિવારે રાતે ઇન્ટર માયામીનો લિયોનેલ મેસી છેક સેકન્ડ હાફમાં (પંચાવનમી મિનિટમાં) એફસી સિનસિનાટી સામે યુએસ ઓપન કપની ક્વૉર્ટર ફાઇનલમાં રમવા આવ્યો હતો અને ત્યાર પછી અનેક ઉતાર-ચઢાવ બાદ માયામીનો ૦-૧થી પરાજય થયો હતો. એ સાથે, માયામીની ટીમની પ્લે-ઑફમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું હતું.
પગની ઈજાને કારણે તેમ જ આર્જેન્ટિના વતી વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગમાં રમવાનું હોવાથી મેસી ઘણા દિવસે ફરી માયામીની ટીમ સાથે જોડાયો, પરંતુ તેનામાં રિધમનો અભાવ જણાતો હતો. તે સ્ટાઇટિંગ લાઇન-અપમાં નહોતો અને પંચાવનમી મિનિટમાં આવ્યા બાદ ચોથી જ મિનિટમાં તેણે ૭૫ ફુટ દૂરથી જે શૉટમાં બૉલને ગોલપોસ્ટ તરફ મોકલ્યો એમાં બૉલ ખૂબ ઊંચો અને બહારની બાજુએ જતો રહ્યો હતો. સ્ટોપેજ ટાઇમમાં પણ તે ફ્રી કિકમાં ફેલ ગયો હતો. મેસીએ માયામી વતી ૧૩ મૅચમાં ૧૨ ગોલ કર્યા છે. હવે તે પાછો આર્જેન્ટિના વતી પારાગ્વે અને પેરુ સામે રમવા માયામી ટીમને થોડા દિવસ માટે છોડી રહ્યો છે.

