ભારતીય હૉકી ટીમ છેક નવમા નંબર પર રહી એને પગલે ટીમના ૫૮ વર્ષની ઉંમરના કોચ ગ્રેહામ રીડે ગઈ કાલે રાજીનામું આપ્યું હતું
Men`s Hockey World Cup
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)
ભુવનેશ્વરમાં રવિવારે મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેલ્જિયમને ૩-૩ની બરાબરી બાદ એક્સાઇટિંગ પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવનાર જર્મની રૅન્કિંગ્સમાં ચોથા નંબર પરથી પહેલા નંબરે આવી ગયું છે. જર્મની ક્રમાંકમાં ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સને બાજુએ રાખીને સર્વોપરી થયું છે. વર્લ્ડ કપમાં ભારત નવમા નંબરે રહ્યું હતું. આ સ્થાને પહોંચતાં પહેલાંની બે મૅચમાં ભારતે પહેલાં જપાનને ૮-૦થી અને પછી સાઉથ આફ્રિકાને ૫-૨થી હરાવ્યું હતું. ભારતીય હૉકી ટીમ છેક નવમા નંબર પર રહી એને પગલે ટીમના ૫૮ વર્ષની ઉંમરના કોચ ગ્રેહામ રીડે ગઈ કાલે રાજીનામું આપ્યું હતું. એપ્રિલ ૨૦૧૯માં તેમની નિયુક્તિ થઈ હતી. તેમના કોચિંગમાં ભારતે ૨૦૨૧ના ટોક્યો ઑલિમ્પિક્સમાં ઐતિહાસિક બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.