Manu Bhaker Grand Welcome at Delhi Airport: ભારતની ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ આજે (7 ઑગસ્ટ) ભારત પાછી આવી છે. તે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર આવી જ્યાં તેનું જોરદાર સ્વાગત થયું.
મનુ ભાકર (ફાઈલ તસવીર)
Manu Bhaker Grand Welcome at Delhi Airport: ભારતની ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ આજે (7 ઑગસ્ટ) ભારત પાછી આવી છે. તે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર આવી જ્યાં તેનું જોરદાર સ્વાગત થયું. ટર્મિનલ 3ના વીઆઈપી ગેટમાંથી બહાર નીકળ્યા બાદ તેમનું જોરદાર સ્વાગત થયું, આ દરમિયાન તેના કોચ જસપાલ રાણા પણ જોવા મળ્યા. બન્નેને ચાહકોએ ફૂલહાર પહેરાવ્યા.
આ દરમિયાન લોકોએ મનુના સ્વાગત માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકો પણ ઢોલના તાલે જોરશોરથી ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મનુએ પેરિસ ઓલિમ્પિકમાં જીતેલા બંને બ્રોન્ઝ મેડલ પણ મીડિયાને બતાવ્યા.
ADVERTISEMENT
રવિવારે ઓલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહમાં ભાગ લેવા તે આ અઠવાડિયે પેરિસ પરત ફરશે. મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહ દરમિયાન ભારતના ધ્વજવાહક હશે. 22 વર્ષની મનુએ ઓલિમ્પિક શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
મનુએ પેરિસમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. આ પછી તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તે ત્રણ ઓલિમ્પિક મેડલ જીતનારી એકમાત્ર ભારતીય બનીને ઈતિહાસ રચવાની અણી પર હતી, પરંતુ મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ઓછા અંતરથી ચૂકી ગઈ.
શૂટિંગમાં ભારતનો મેડલ વિજેતા (ઓલિમ્પિક)
1. રાજ્યવર્ધન સિંહ રાઠોડ, સિલ્વર મેડલ: એથેન્સ (2004)
2. અભિનવ બિન્દ્રા, ગોલ્ડ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)
3. ગગન નારંગ, બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
4. વિજય કુમાર, સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
5. મનુ ભાકર, બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)
6.મનુ ભાકર- સરબજોત સિંહ, બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)
7.સ્વપ્નીલ કુસલે, બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)