ભારતની યુવા મહિલા શૂટર મનુ ભાકર પોલૅન્ડના વ્રોકલોવમાં પ્રથમ વાર રમાઈ રહેલા પ્રેસિડેન્ટ્સ કપમાં મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી.
મનુ ભાકર પ્રેસિડેન્ટ્સ કપમાં જીતી ગોલ્ડ મેડલ
ભારતની યુવા મહિલા શૂટર મનુ ભાકર પોલૅન્ડના વ્રોકલોવમાં પ્રથમ વાર રમાઈ રહેલા પ્રેસિડેન્ટ્સ કપમાં મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી. મનુ ભાકર અને ઈરાનના હાલના ઑલિમ્પિક ચૅમ્પિયન જવાદ ફોરૌઘીની જોડીએ ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં ફ્રેન્ચ-રશિયન જોડીને ૧૬-૮થી પછાડી હતી. ભાકર અને ફોરૌઘીએ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ૬૦૦માંથી ૫૮૨ના સ્કોર સાથે ત્રીજા નંબરે રહીને પ્રથમ સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજા જાણીતા ભારતીય ખેલાડીઓમાં અભિષેક વર્મા અને તેની યુક્રેનની જોડીદાર છઠ્ઠા નંબરે તેમ જ સૌરભ ચૌધરી અને તેની સ્વિટ્ઝરલૅન્ડની પાર્ટનર સાતમા નંબરે રહ્યાં હતાં.