જોકે પીએસજીને બે વર્ષમાં ત્રણ ટાઇટલ અપાવનાર સુપરસ્ટાર ફુટબોલર ત્રણ પુત્રો સાથે આનંદિત ચહેરે મેદાનમાં ઊતર્યો : પીએસજી વતી છેલ્લી મૅચ હાર્યો, પણ પછી ટ્રોફી મેળવી
૩૫ વર્ષનો લિયોનેલ મેસી શનિવારે પૅરિસમાં પીએસજી વતી છેલ્લી મૅચ વખતે ત્રણેય પુત્રો ટિઍગો, મૅટીયો અને સિરો સાથે મેદાનમાં ઊતર્યો હતો અને અસંખ્ય ચાહકોનાં અભિવાદન ઝીલ્યાં હતાં. પછીથી મેસી અને સાથીઓએ ફ્રેન્ચ લીગની ટ્રોફી મેળવી હતી (તસવીર : એ. એફ. પી.)
આર્જેન્ટિનાનો ફુટબૉલ સુપરસ્ટાર, ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને ઐતિહાસિક ટ્રોફી અપાવનાર અને પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ને ગયા અઠવાડિયે ૧૧મું ફ્રેન્ચ ટાઇટલ અપાવનાર લિયોનેલ મેસી શનિવારે પૅરિસમાં પીએસજી વતી છેલ્લી મૅચ રમવા મેદાનમાં ઊતર્યો ત્યારે ઘણા પ્રેક્ષકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. મેસીએ પીએસજી સાથેનો બે વર્ષનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ નથી કર્યો અને આ ક્લબની ટીમ છોડી દીધી છે. તે હવે સાઉદી અરેબિયાની કોઈ ટીમ સાથે ફુટબોલર્સમાં વ્યક્તિગત રીતે હાઇએસ્ટ-પેઇડ કહી શકાય એવો કૉન્ટ્રૅક્ટ કરશે એવી ચર્ચા છે.
ADVERTISEMENT
કીલિયાન ઍમ્બપ્પે શનિવારે વિક્રમજનક પાંચમી ફ્રેન્ચ ગોલ્ડન બૂટ ટ્રોફી જીત્યો હતો. તે પાંચમી વાર ફ્રેન્ચ લીગમાં સૌથી વધુ ગોલકર્તા બન્યો હતો. તેણે એક સીઝનમાં ૨૯ ગોલ કર્યા હતા.
૩૨ ગોલ, ૩૫ ગોલમાં અસિસ્ટ
મેસીએ પીએસજીને કૉન્ટ્રૅક્ટ હેઠળની બે સીઝનમાં બે ફ્રેન્ચ લીગ જિતાડી આપી તેમ જ ફ્રેન્ચ ચૅમ્પિયન્સ ટ્રોફી પણ અપાવી. આ બે વર્ષમાં મેસીએ પીએસજી વતી કુલ ૩૨ ગોલ કર્યા અને ૩૫ ગોલમાં અસિસ્ટ બન્યો (સાથી-ખેલાડીને ગોલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી). એટલું જ નહીં, આ બે વર્ષ દરમ્યાન તેણે ટોચની પાંચ લીગ ટુર્નામેન્ટમાં કુલ ૪૯૬મો ગોલ કરીને સૌથી વધુ ગોલ કરવાનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો વિક્રમ તોડ્યો હતો. આ બધું હોવા છતાં શનિવારે પ્રેક્ષકોએ મેસીનો હુરિયો બોલાવીને વાતાવરણ ગંભીર કરી નાખ્યું હતું. ૨૦૨૧માં મેસી ખચકાટ સાથે બાર્સેલોના છોડીને પીએસજીની ટીમમાં જોડાયો હતો.
ફ્રેન્ચ લીગની ચૅમ્પિયન પીએસજી ટીમના ડિફેન્ડર સર્જિયો રામોસને તેની પત્ની પિલાર રુબિયોએ મેદાન પર કિસ કરીને ટાઇટલ-વિજેતા બનવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમનાં ચારેય બાળકો પણ મેદાનમાં હાજર હતાં.
ક્લેરમોન્ટ સામે ૨-૩થી પરાજય
શનિવારે ફ્રેન્ચ લીગમાં પીએસજીની આ સીઝનની છેલ્લી મૅચ ક્લેરમોન્સ સામે હતી જેમાં પીએસજીનો ૨-૩થી પરાજય થયો હતો. મેસી ઉપરાંત કીલિયાન ઍમ્બપ્પે અને સર્જિયો રામોસ જેવા ટોચના ખેલાડીઓ હોવા છતાં ચૅમ્પિયન પીએસજીની આઠમા નંબરની ક્લેરમોન્ટ સામે હાર થઈ હતી.
શનિવારે પૅરિસમાં મેદાન પર ચૅમ્પિયન પીએસજી ટીમનો મિડફીલ્ડર માર્કો વેરાટ્ટી અને તેની પત્ની જેસિકા

