બન્ને ટીમોએ ફાઇનલમાં નેપાલને શિકસ્ત આપી
ખો ખો વર્લ્ડ કપમાં ભારતની મેન્સ ચૅમ્પિયન બની
દિલ્હીમાં ૧૩ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી પહેલવહેલી વાર યોજાયેલા ખો ખો વર્લ્ડ કપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમ ચૅમ્પિયન બની છે. ગઈ કાલે ફાઇનલમાં બન્ને ટીમ સામે નેપાલની ટીમ હતી. ભારતીય પુરુષોએ નેપાલને ૫૪-૩૬ના સ્કોરથી હરાવ્યું હતું, જ્યારે ભારતીય મહિલાઓએ નેપાલને ૭૮-૪૦થી હરાવ્યું હતું.
ADVERTISEMENT
પુરુષોના વર્લ્ડ કપમાં ૨૦ ટીમોએ અને મહિલાઓના વર્લ્ડ કપમાં ૧૯ ટીમોએ ભાગ લીધો હતો.