હાલમાં ભારતીય ખો-ખો અસોસિએશને વર્લ્ડ કપ માટે એક જેવી ડિઝાઇનની બે ટ્રોફી લૉન્ચ કરી છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
૧૩થી ૧૯ જાન્યુઆરી વચ્ચે દિલ્હીમાં આયોજિત ખો-ખો વર્લ્ડ કપ માટે રોમાંચક જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ભારતીય ખો-ખો અસોસિએશને વર્લ્ડ કપ માટે એક જેવી ડિઝાઇનની બે ટ્રોફી લૉન્ચ કરી છે જેમાંથી બ્લુ ટ્રોફી મેન્સ કૅટેગરી અને ગ્રીન ટ્રોફી વિમેન્સ કૅટેગરીની ચૅમ્પિયન ટીમને મળશે. આ વર્લ્ડ કપમાં ૨૪ દેશની ૨૧ મેન્સ અને ૨૦ વિમેન્સ ટીમ ભાગ લઈ રહી છે. ખો-ખો વર્લ્ડ કપના મૅસ્કોટ તરીકે હરણની એક જોડી તેજસ અને તારાને પણ લૉન્ચ કરવામાં આવી છે. બ્લુ અને ઑરેન્જ રંગનાં કપડાંમાં રહેલી આ હરણની જોડી રમતના મહત્ત્વના ગુણ ગતિ, શ્રેષ્ઠતા અને ટીમવર્કની પ્રેરણા આપશે. તેજસ ઊર્જા અને ટૅલન્ટ, જ્યારે તારા માર્ગદર્શન અને આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે.