૧૦ મીટર ઍર પિસ્ટલની મિક્સ્ડ ઇવેન્ટની ફાઇનલમાં બર્થ-ડે બૉય સરબજોત સિંહ અને દિવ્યા ટીએસ છેક સુધી ઝઝૂમ્યાં પણ આખરે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો
પિસ્ટલ સ્પર્ધામાં જીતેલાં મેડલ સાથે સરબજોત સિંહ અને દિવ્યા ટીએસ.
૧૦ મીટર ઍર પિસ્ટલની મિક્સ્ડ ઇવેન્ટની ફાઇનલમાં બર્થ-ડે બૉય સરબજોત સિંહ અને દિવ્યા ટીએસ છેક સુધી ઝઝૂમ્યાં પણ આખરે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતીય જોડીએ વર્લ્ડ ચૅમ્પિયન ચીનના ઝાંગ બોનેન અને જિઆંગ રેનક્સિનને સામે લડત આપી હતી. જોકે ચીનના ખેલાડીઓ ૧૬-૧૪થી વિજેતા બન્યા હતા.