ઇવેન્ટ ૨૦૨૫ની ૨૬ સપ્ટેમ્બરથી પાંચમી ઑક્ટોબર દરમ્યાન દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાશે
પ્રતીકાત્મક તસવીર
વિશ્વની સૌથી મોટી સિંગલ પૅરા-સ્પોર્ટ્સ ઇવેન્ટ ૨૦૨૫ની ૨૬ સપ્ટેમ્બરથી પાંચમી ઑક્ટોબર દરમ્યાન દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાશે. પૅરા-ઍથ્લેટિક્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપની આ ૧૨મી સીઝન હશે, પણ ભારત પહેલી વાર એની યજમાની કરશે. ચોથી વાર આ ટુર્નામેન્ટ એશિયામાં રમાશે.