પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરની ગઈ કાલની એક સોશ્યલ મીડિયા પોસ્ટ દેશના લાખો યુવાનોને પ્રેરિત કરી રહી છે. બાવીસ વર્ષની મનુ ભાકરે યુનિવર્સિટીના એક્ઝામ હૉલની બહાર ફોટો પડાવીને પોતાના ઉચ્ચ શિક્ષણ મેળવવાના નિર્ણયને શૅર કર્યો હતો.
મનુ ભાકર
પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરની ગઈ કાલની એક સોશ્યલ મીડિયા પોસ્ટ દેશના લાખો યુવાનોને પ્રેરિત કરી રહી છે. બાવીસ વર્ષની મનુ ભાકરે યુનિવર્સિટીના એક્ઝામ હૉલની બહાર ફોટો પડાવીને પોતાના ઉચ્ચ શિક્ષણ મેળવવાના નિર્ણયને શૅર કર્યો હતો. મનુએ દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત કૉલેજ લેડી શ્રીરામ કૉલેજમાંથી પૉલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને હવે તે પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશનમાં માસ્ટરની ડિગ્રી મેળવી રહી છે.
ચીફ એન્જિનિયર પપ્પા અને સ્કૂલ પ્રિન્સિપાલ મમ્મીથી પ્રેરિત થયેલી મનુ ભાકર દસમા અને બારમા ધોરણમાં ટૉપ વિદ્યાર્થીઓમાંથી એક હતી. ક્લાસરૂમ હોય કે શૂટિંગ રેન્જ, બન્નેમાં મનુનું નોંધપાત્ર સમર્પણ રહ્યું છે. અભ્યાસ અને રમતગમત બન્નેમાં શ્રેષ્ઠતા હાંસલ કરવી શક્ય છે એ સાબિત કરવા માટે મનુ ભાકરે એક દાખલો બેસાડ્યો છે.