વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં આગામી એપ્રિલમાં ૧૫-૨૧ દરમ્યાન યોજાશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કે ફેફસાં, યકૃત, કિડની, પૅન્ક્રિયાસ, સ્ટેમ સેલ્સ અને બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય એવા ઍથ્લીટોની વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં આગામી એપ્રિલમાં ૧૫-૨૧ દરમ્યાન યોજાશે અને એમાં ભારતના ૩૦ ઍથ્લીટ ભાગ લેશે. આ સ્પર્ધામાં ભારતની અત્યાર સુધીની આ સૌથી મોટી સ્ક્વૉડ છે, જેનો કૅપ્ટન ગૉલ્ફ ખેલાડી કર્હુન નંદા છે અને ટીમમાં બૅડ્મિન્ટન ખેલાડીઓ બલવીર સિંહ તથા ધર્મેન્દ્ર સોતી અને સ્ક્વૉશ પ્લેયર દિગ્વિજય ગુજરાલ વગેરે ઍથ્લીટોનો સમાવેશ છે. આ રમતોત્સવ પાછળનો હેતુ શરીરના અવયવોના ડોનેશનને પ્રમોટ કરવાનો તેમ જ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા લોકોના આરોગ્ય તથા ફિટનેસમાં સુધારો લાવવામાં મદદરૂપ થવાનો છે.