૧૧થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન સેકન્ડ ઘાટકોપર જૉલી જિમખાના મહારાષ્ટ્ર સ્ટેટ રૅન્કિંગ કૅરમ ટુર્નામેન્ટ ૨૦૨૪-’૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મહારાષ્ટ્ર કૅરમ અસોસિએશન અને મુંબઈ ઉપનગર જિલ્લા કૅરમ સંઘટનાના નેજા હેઠળ ૧૧થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન સેકન્ડ ઘાટકોપર જૉલી જિમખાના મહારાષ્ટ્ર સ્ટેટ રૅન્કિંગ કૅરમ ટુર્નામેન્ટ
૨૦૨૪-’૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાવિહાર-વેસ્ટમાં ફાતિમા સ્કૂલ સામે આવેલા ઘાટકોપર જૉલી જિમખાનાના ઍર-કન્ડિશન્ડ હૉલમાં પુરુષ સિંગલ્સ અને મહિલા સિંગલ્સ એમ બે વિભાગમાં આ ટુર્નામેન્ટ રમાશે. ટુર્નામેન્ટમાં દરેક વિભાગમાં પ્રથમ આઠ વિજેતાઓને કુલ ૧ લાખ ૧૦ હજારનું રોકડ ઇનામ તથા વિનર અને રનર-અપને ટ્રોફી આપવામાં આવશે. ટુર્નામેન્ટ માટેનો ડ્રૉ બુધવાર, ૮ જાન્યુઆરીએ સાંજે યોજાશે. ટુર્નામેન્ટ બાબતે વધુ જાણકારી માટે 99870 45429 નંબર પર સંપર્ક કરવો.