આ વાંદરો ઝાગ્રેબના ઝૂનો છે અને તેની પાસે થોડાં વર્ષોથી વિવિધ ટુર્નામેન્ટમાં આગાહી કરાવવામાં આવે છે
FIFA World Cup
ક્રોએશિયામાં ગિબૉન કેન્ટ નામના જાણીતો વાંદરો
કતારનો ફિફા વર્લ્ડ કપ નૉકઆઉટ રાઉન્ડની નજીક પહોંચી રહ્યો છે ત્યારે ગ્રુપ-સ્ટેજના અંતિમ તબક્કામાં ગઈ કાલે ગ્રુપ ‘એફ’માં નંબર-વન ટીમ અને ૨૦૧૮ના ગયા વર્લ્ડ કપનું રનર-અપ ક્રોએશિયા પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સત્તાવાર રીતે નહોતું પહોંચ્યું ત્યારે ક્રોએશિયામાં ગિબૉન કેન્ટ નામના જાણીતા વાંદરા પાસે ક્રોએશિયા-બેલ્જિયમમાંથી કોણ વિજેતા થશે એની આગાહી કરાવડાવવા બન્ને દેશના ફ્લૅગવાળા બૉક્સ મૂકવામાં આવ્યા હતા. ગિબૉને ક્રોએશિયાના ફ્લૅગવાળું બૉક્સ પસંદ કર્યું હતું અને બધાએ સંકેત મેળવી લીધો હતો કે ક્રોએશિયા જીતશે અને નૉકઆઉટમાં પહોંચશે. આ વાંદરો ઝાગ્રેબના ઝૂનો છે અને તેની પાસે થોડાં વર્ષોથી વિવિધ ટુર્નામેન્ટમાં આગાહી કરાવવામાં આવે છે.