૩૭ વર્ષનો રોનાલ્ડો પરિવાર સાથે સાઉદી અરેબિયા આવ્યો હતો અને તેની ‘૭’ નંબરની નવી જર્સી યલો અને બ્લુ રંગની છે
રોનાલ્ડો મેડિકલ ટેસ્ટમાં પાસઃ નામ બોલવામાં ગરબડ કરી
પોર્ટુગલના સુપરસ્ટાર ફુટબોલર અને મૅન્ચેસ્ટર યુનાઇટેડ સાથેના સંબંધોનો અંત આવી ગયા પછી હવે સાઉદી અરેબિયાની અલ-નાસર નામની ક્લબ સાથે અંદાજે વિક્રમજનક ૧૭૪૬ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આ ક્લબની ફિઝિકલ ઍન્ડ મેડિકલ ટેસ્ટ પાસ કરી હોવાનો સંકેત આપતી તસવીર ‘મેડિકલ ડન’ની કૅપ્શન સાથે સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. ૩૭ વર્ષનો રોનાલ્ડો પરિવાર સાથે સાઉદી અરેબિયા આવ્યો હતો અને તેની ‘૭’ નંબરની નવી જર્સી યલો અને બ્લુ રંગની છે. સાઉદી અરેબિયાના પાટનગર રિયાધમાં તે ૨૫,૦૦૦૦ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમના મેદાન પર ઊતર્યો ત્યારે લોકોએ તેના નામની બૂમો પાડીને તેનું શાનદાર સ્વાગત કર્યું હતું. જોકે પ્રેઝન્ટેશન દરમ્યાન તેણે બોલવામાં ગરબડ કરી હતી. તે બોલ્યો, ‘આઇ હેવ કમ ટુ સાઉથ આફ્રિકા.’