રોનાલ્ડોના કેટલાક ડાઇ-હાર્ડ ચાહકોએ યુવીનો એ હકીકતદોષ પકડી પાડીને તેને જોરદાર ટ્રોલ કર્યો હતો.
યુવરાજ સિંહે અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
ક્રિકેટની શાનદાર કરીઅરમાં પુષ્કળ રનની માયાજાળ વચ્ચે ઘેરાયેલા યુવરાજ સિંહે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ૭૦૦મા ક્લબ-ગોલની સિદ્ધિ વિશે તેને અભિનંદન આપતી જે ટ્વીટ લખી હતી એમાં યુવી (શાર્પ સમજબૂઝ ધરાવનારાઓને જલદીથી સમજાઈ જાય એવી)એ ગરબડ કરી હતી. રોનાલ્ડોના કેટલાક ડાઇ-હાર્ડ ચાહકોએ યુવીનો એ હકીકતદોષ પકડી પાડીને તેને જોરદાર ટ્રોલ કર્યો હતો.
ભારતની બે વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમના ખેલાડી યુવરાજે રાબેતા મુજબ ફુટબોલરની સિદ્ધિને બિરદાવવા જતાં રોનાલ્ડો વિશે આ મુજબ લખ્યું, ‘કિંગ ઇઝ બૅક! ફૉર્મ ઇઝ ટેમ્પરરી, ક્લાસ ઇઝ ફૉરેવર! વેલકમ ટુ ૭૦૦ ક્લબ નંબર-૭ લેજન્ડ.’
ADVERTISEMENT
વાસ્તવમાં રોનાલ્ડો માટે ‘વેલકમ ટુ ૭૦૦ ક્લબ’ જેવું કંઈ છે જ નહીં, કારણ કે ક્લબ ફુટબૉલમાં ૭૦૦મો ગોલ કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી છે. ટ્વિટર-યુઝર્સે તરત યુવીની ભૂલ પકડી પાડી : (૧) ફર્કી નામના યુઝરે લખ્યું, ‘અરે ભાઈ, તમે કઈ ક્લબ ૭૦૦ની વાત કરો છો? અત્યાર સુધી એવી કોઈ ક્લબ હતી જ નહીં. રોનાલ્ડોના ૭૦૦મા ગોલ સાથે એ ક્લબ રચાઈ.’ (૨) હર્ષ અગરવાલે લખ્યું, ‘વેલકમ? એ વળી કેવી રીતે? ભાઈ, યે ક્લબ ગોલ કા હૈ, રન કા નહીં.’ (૩) પૅપી નામના યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે યુવીએ જ આ ક્લબ શરૂ કરી લાગે છે!’ (૪) ટ્વિટર-યુઝર દિબ્યજ્યોતિ દિબ્સે લખ્યું, ‘વેલકમ ટુ ધ ક્લબ? ક્યા આપ ઑલરેડી ૭૦૦ ક્લબ મેં હૈં?’