ક્રિકેટ-આઇકન સચિન તેન્ડુલકરે આ મૅરથૉનને ફ્લૅગ-ઑફ કર્યું હતું અને પછી રેસ પૂરી થયા બાદ વિજેતાઓનું બહુમાન પણ કર્યું હતું.
Mumbai Half Marathon
ક્રિકેટ-આઇકન સચિન તેન્ડુલકરે આ મૅરથૉનને ફ્લૅગ-ઑફ કર્યું હતું અને વિજેતાઓનું બહુમાન પણ કર્યું હતું.
મહારાષ્ટ્રના છગન બોંબલે અને આંધ્ર પ્રદેશની કવિતા રેડ્ડીએ ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ઍજેસ ફેડરલ ઇન્શ્યૉરન્સ મુંબઈ હાફ મૅરથૉન, ૨૦૨૨નું ટાઇટલ જીતી લીધું હતું.
ક્રિકેટ-આઇકન સચિન તેન્ડુલકરે આ મૅરથૉનને ફ્લૅગ-ઑફ કર્યું હતું અને પછી રેસ પૂરી થયા બાદ વિજેતાઓનું બહુમાન પણ કર્યું હતું.
સવારે વાદળિયાં હવામાન વચ્ચે અને થોડી ભીનાશવાળા મૅરથૉનના માર્ગો પર બોંબલેએ જિયો ગાર્ડન્સ ખાતેથી શરૂ થયા પછી ત્યાં જ પૂરી થયેલી ૨૧ કિલોમીટરની મૅરથૉન સ્પર્ધકો વચ્ચે આસાનીથી ૧ કલાક ૧૬ મિનિટ ૧૧ સેકન્ડમાં પૂરી કરીને ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. ભગતસિંહ વળવી (૧ઃ૧૭ઃ૫૧) બીજા નંબરે અને અનિલ જિંદાલ (૧ઃ૧૮ઃ૨૦) ત્રીજા નંબર પર રહ્યા હતા. મહિલા વર્ગમાં કવિતા રેડ્ડી (૧ઃ૩૭ઃ૦૩) પ્રથમ સ્થાને, તન્મયા કરમરકર (૧ઃ૪૦ઃ૧૮) બીજા સ્થાને અને કેતકી સાઠે (૧ઃ૪૪ઃ૫૫) ત્રીજા નંબર પર રહી હતી. પુરુષોમાં ૧૦ કિલોમીટર રેસમાં અમિત માળી (૦ઃ૩૩ઃ૪૨)એ અને મહિલાઓમાં રોહિણી માયા પાટીલે (૦ઃ૪૧ઃ૩૨) જીતી લીધી હતી.