Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > લક્ષ્ય ફાઇનલમાં, સિંધુ આઉટ થઈ ગઈ

લક્ષ્ય ફાઇનલમાં, સિંધુ આઉટ થઈ ગઈ

10 July, 2023 12:56 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅનેડા ઓપનમાં ટોચના બે ભારતીયોના જૅપનીઝ હરીફ સામે ભિન્ન પર્ફોર્મન્સ

ગઈ કાલે પોતાની એક મહિલા ફૅનની વિનંતીથી તેના બાળકના ટી-શર્ટ પર ઑટોગ્રાફ આપી રહેલો લક્ષ્ય સેન (ડાબે).  પી. વી. સિંધુ વર્લ્ડ નંબર-વન સામે સ્ટ્રેઇટ ગેમમાં હારી ગઈ હતી. તસવીર twitter.com

Canada Open

ગઈ કાલે પોતાની એક મહિલા ફૅનની વિનંતીથી તેના બાળકના ટી-શર્ટ પર ઑટોગ્રાફ આપી રહેલો લક્ષ્ય સેન (ડાબે). પી. વી. સિંધુ વર્લ્ડ નંબર-વન સામે સ્ટ્રેઇટ ગેમમાં હારી ગઈ હતી. તસવીર twitter.com


કૉમનવેલ્થ ગેમ્સનો બૅડ‍્મિન્ટનનો ગોલ્ડ મેડલિસ્ટ લક્ષ્ય સેન ગઈ કાલે કૅલ્ગેરીમાં કૅનેડા ઓપન સુપર-૫૦૦ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયો હતો. વિશ્વમાં ૧૯મો રૅન્ક ધરાવતા લક્ષ્યએ સેમી ફાઇનલમાં ૧૧મા ક્રમના જપાનના કેન્તા નિશિમોતોને સ્ટ્રેઇટ ગેમમાં ૨૧-૧૭, ૨૧-૧૪થી હરાવીને નિર્ણાયક મૅચમાં પ્રવેશ કર્યો હતો. લક્ષ્ય એમાં ચીનના વર્લ્ડ નંબર-૧૦ લિ શી ફેન્ગ સામે રમશે.
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-સિક્સ લક્ષ્ય સેન ૨૦૨૧ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તેણે એ મેડલ જીત્યા બાદ નાકમાં સર્જરી કરાવી હતી અને ઘણા મહિના નહોતો રમી શક્યો.
ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ ગઈ કાલે સેમી ફાઇનલમાં બેસ્ટ પર્ફોર્મ નહોતી કરી શકી અને જપાનની વર્લ્ડ નંબર-વન અકેન યામાગુચી સામે સ્ટ્રેઇટ ગેમમાં ૧૪-૨૧, ૧૫-૨૧થી હારી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2023 12:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK