આ મૅચ એક કલાક અને ૧૫ મિનિટ સુધી ચાલી હતી. બન્ને ખેલાડીઓ એકમેક સામેના કુલ મુકાબલાઓમાં હવે ૨-૨થી બરાબરીમાં છે
BWF world championships
એચ એસ પ્રણોય
ટોક્યોની બૅડ્મિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં ગઈ કાલે ભારત માટે એક મોટો ફાયદો હતો અને એક મોટું નુકસાન હતું. બુધવારે જપાનના વર્લ્ડ નંબર-ટૂ કેન્તો મોમોતાને હરાવનાર એચ. એસ. પ્રણોયે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ભારતના જ કૉમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ-મેડલિસ્ટ લક્ષ્ય સેનને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રણોયનો સેન સામે ૧૭-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૭થી વિજય થયો હતો. આ મૅચ એક કલાક અને ૧૫ મિનિટ સુધી ચાલી હતી. બન્ને ખેલાડીઓ એકમેક સામેના કુલ મુકાબલાઓમાં હવે ૨-૨થી બરાબરીમાં છે.
પ્રણોય હવે લાસ્ટ-એઇટમાં ચીનના ઝાઓ જુન પેન્ગ સામે રમશે.
ADVERTISEMENT
પુરુષોમાં ભારતની બે જોડી પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી. એમાં ધ્રુવ કપિલા-એમ. આર. અર્જુન અને સત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી-ચિરાગ શેટ્ટીનો સમાવેશ છે.
મહિલા વર્ગમાં સાઇના નેહવાલનો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં થાઇલૅન્ડની બુસેનન ઑન્ગબામરુન્ગફાન સામે ૧૭-૨૧, ૨૧-૧૬, ૧૩-૨૧થી પરાજય થયો હતો.