Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > બ્રાઝિલના મહાન ફૂટબૉલર પેલેનું 82 વર્ષની વયે નિધન, દીકરીએ સોશ્યલ મીડિયા દ્વારા કરી જાણ, કેન્સર સામે હાર્યા

બ્રાઝિલના મહાન ફૂટબૉલર પેલેનું 82 વર્ષની વયે નિધન, દીકરીએ સોશ્યલ મીડિયા દ્વારા કરી જાણ, કેન્સર સામે હાર્યા

Published : 29 December, 2022 01:04 AM | Modified : 30 December, 2022 01:40 AM | IST | Brazil
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ત્રણ વખતના વર્લ્ડ કપ વિજેતા પેલેના મૃત્યુની સત્તાવાર માહિતી તેમના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના મૃત્યુ વિશે માહિતી આપી

પેલેનું 82 વર્ષની વયે નિધન - તસવીર એએફપી

Breaking

પેલેનું 82 વર્ષની વયે નિધન - તસવીર એએફપી


બ્રાઝિલના (Brazil ) દિગ્ગજ ફૂટબોલર (Footballer) પેલેનું (Pele) 82 વર્ષની વયે નિધન થયું છે. તે કોલોન કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. તેમને 29 નવેમ્બરથી સાઓ પાઉલોની આલ્બર્ટ આઈન્સ્ટાઈન ઈઝરાયેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પેલે કિડની અને કાર્ડિયાક ડિસફંક્શનથી પણ પીડિત હતા. ત્રણ વખતના ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતા પેલેના મૃત્યુની સત્તાવાર માહિતી તેમના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના મૃત્યુ વિશે માહિતી આપતા, પેલેની પુત્રી કેલી નાસિમેન્ટોએ (Kely Nascimento) લખ્યું, `અમે જે પણ છીએ, તે તમારા કારણે છીએ. અમે તમને અનંત પ્રેમ કરીએ છીએ. રેસ્ટ ઇન પીસ. આ સાથે જણાવીએ છીએ કે પેલેની ગાંઠ 2021માં દૂર કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ કીમોથેરાપી લઈ રહ્યા હતા.  તેમની દીકરીએ પોસ્ટ સાથે આ હ્રદયસ્પર્શી તસવીર મૂકી હતી.




આ પણ વાંચોઃ ફાઇનલની રાતે કેરલાવાસીઓ ૫૬ કરોડનો દારૂ ગટગટાવી ગયા!


પેલેએ 1958, 1962 અને 1970ના વર્લ્ડ કપમાં બ્રાઝિલને જીત અપાવી હતી. તે 77 ગોલ સાથે ટીમના સર્વકાલીન મુખ્ય સ્કોરર પણ હતા. નેમારે તાજેતરમાં પૂરા થયેલા ફિફા વર્લ્ડ કપમાં પેલેના રેકોર્ડની બરાબરી કરી હતી. બ્રાઝિલના પેલેએ 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને બ્રાઝિલ માટે 92 મેચોમાં 77 ગોલ સાથે ટીમના સર્વકાલીન અગ્રણી ગોલસ્કોરર તરીકે તેમની કારકિર્દી પૂરી કરી. ત્રણ વખત ફિફા વર્લ્ડ કપ જીતનાર પેલે એકમાત્ર ખેલાડી છે. બ્રાઝિલિયન ક્લબ સાન્તોસનું પ્રતિનિધિત્વ કરતા, તેણે 659 દેખાવોમાં 643 ગોલ કર્યા. તેની ફૂટબોલ કારકિર્દીના છેલ્લા બે વર્ષમાં, પેલે યુએસમાં ન્યૂયોર્ક કોસ્મોસ માટે પણ રમ્યા હતા.

જાણો પેલે વિશે આ ખાસ


પેલેનું અસલી નામ એડસન અરેન્ટેસ દો નાસિમેન્ટો હતું, પરંતુ તે પેલે તરીકે પ્રખ્યાત થયા. તેમનો જન્મ 23 ઓક્ટોબર, 1940ના રોજ બ્રાઝિલના ટ્રેસ કોરાસેસમાં થયો હતો. તેને ફિફા દ્વારા `ધ ગ્રેટેસ્ટ`નો ખિતાબ પણ મળ્યો હતો. પેલેએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમને કુલ સાત બાળકો છે. કોલોન કેન્સર બાદ પેલેએ 82 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. કીમોથેરાપી પણ લાંબા સમયથી ચાલી રહી હતી. પેલેને 29 નવેમ્બરે શ્વાસની તકલીફ થતાં સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમણે કીમોથેરાપીનો જવાબ આપવાનું બંધ કરી દીધું. પેલેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આંતરડામાંથી ગાંઠ કાઢી નાખવામાં આવી હતી અને ત્યારથી તેઓ નિયમિત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. 
 પેલેએ છ વાર (1961, 1962, 1963, 1964, 1965 અને 1968) બ્રાઝિલિયન લીગ ટાઇટલ (કેમ્પિયોનાટો બ્રાસિલીરો સેરી એ) અને બે વાર, 1962 અને 1963માં કોપા લિબર્ટાડોરેસ જીત્યા હતા. તેઓ સાન્તોસના ગોલ્ડન એરા (1959–1974)ના મુખ્ય ખેલાડીઓમાંના એક હતા, જેના થકી તે 1962 અને 1963માં બે ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ ટાઇટલ તરફ પહોંચ્યા હતા . બંને પ્રસંગે સાન્તોસે ફાઇનલમાં પોર્ટુગીઝ ક્લબ બેનફિકાને હરાવ્યું હતું.


શું હતી પેલેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ


તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, પેલેએ જાહેર કર્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ચાહકોને તેમના શુભેચ્છા સંદેશા બદલ આભાર માન્યો હતો. તેણે લખ્યું- મિત્રો, હું મારા નિયમિત ચેક-અપ માટે હોસ્પિટલ આવ્યો છું. આવા સકારાત્મક સંદેશાઓ પ્રાપ્ત કરવા હંમેશા આનંદદાયક છે. આ માટે તમારો આભાર અને મને સરસ સંદેશા મોકલનારા દરેકનો આભાર!
ફિફા પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે પેલેને ફિફા પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તેણે આ જીત આર્જેન્ટિનાના ડિએગો મેરાડોના સાથે શેર કરી, જેમનું ગયા વર્ષે નિધન થયું હતું. પેલેએ 18 વર્ષની ઉંમરે તેનું પ્રથમ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. આ દરમિયાન તેણે છ ગોલ કર્યા. જેમાં સ્વીડન સામે ફાઇનલમાં થયેલા બે ગોલનો સમાવેશ થાય છે. 1962 સુધીમાં, પેલેએ પોતાને વિશ્વના ટોચના ફૂટબોલ ખેલાડીઓમાંના એક તરીકે સ્થાપિત કર્યા હતા.

 

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2022 01:40 AM IST | Brazil | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK