પેલેના પાર્થિવ શરીરને લાવવામાં આવ્યું એના લગભગ ૧૪ કલાક પહેલાં અસંખ્ય લોકો સ્ટેડિયમની બહાર આવી ગયા હતા
ગુડબાય... કિંગ આૅફ ફુટબૉલ
ફુટબૉલ-લેજન્ડ પેલેનું પાર્થિવ શરીર ગઈ કાલે બ્રાઝિલમાં હોમટાઉન સૅન્ટોસના વિયા બેલ્મિરો સ્ટેડિયમ ખાતે જે કાર (વચ્ચે)માં લાવવામાં આવ્યું હતું એ આવતાં જ હજારો લોકો તેમનાં અંતિમ દર્શન માટે સ્ટેડિયમની આસપાસ ભેગા થવા માંડ્યા હતા.
ADVERTISEMENT
જોકે પેલેના પાર્થિવ શરીરને લાવવામાં આવ્યું એના લગભગ ૧૪ કલાક પહેલાં અસંખ્ય લોકો સ્ટેડિયમની બહાર આવી ગયા હતા અને પેલેના પરિવારજનો તેમ જ દેશના ફુટબૉલ સત્તાધીશોએ પેલેની મંગળવારની દફનક્રિયા માટેની વિધિ શરૂ કરી દીધી હતી.
પેલે કરીઅરની કેટલીક સૌથી રોમાંચક મૅચો આ સ્ટેડિયમમાં રમ્યા હતા. પેલેનાં માતા ૧૦૦ વર્ષનાં છે અને તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમને પુત્રનું અવસાન થયું હોવાની ઘણા કલાકો સુધી જાણ નહોતી. એ.એફ.પી.