રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે કૉમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ ગીતા અને બબીતા ફોગાટની કઝિન રિતિકા ફોગાટે રાજસ્થાનની ૫૩ કિલોગ્રામ કૅટેગરીની રેસલિંગ સબ-જુનિયર સ્પર્ધામાં બીજા ક્રમે આવ્યા બાદ સોમવારે આત્મહત્યા કરી લીધી હતી.
રિતિકા ફોગાટ
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે કૉમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ ગીતા અને બબીતા ફોગાટની કઝિન રિતિકા ફોગાટે રાજસ્થાનની ૫૩ કિલોગ્રામ કૅટેગરીની રેસલિંગ સબ-જુનિયર સ્પર્ધામાં બીજા ક્રમે આવ્યા બાદ સોમવારે આત્મહત્યા કરી લીધી હતી. તે માત્ર ૧૭ વર્ષની હતી. આ સ્પર્ધા ૧૨થી ૧૪ માર્ચ દરમ્યાન રાજસ્થાનના ભરતપુરના લોકલ સ્ટેડિયમમાં યોજાઈ હતી, જેમાં તે માત્ર એક પૉઇન્ટથી હારી ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યા મુજબ ‘રિતિકા પણ તેની બહેનોની જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતવા માગતી હતી, પણ રાજ્ય સ્તરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવાની તક ચૂકી જતાં તે ડિપ્રેશનમાં જતી રહી અને તેણે આત્મહત્યા કરી હતી.’
ADVERTISEMENT
રિતિકાની આત્મહત્યાથી દુખી થયેલી ગીતા ફોગાટે ટ્વીટ કર્યું હતું કે ‘ભગવાન મારી નાની બહેન, મારા કાકાની દીકરી રિતિકાના આત્માને શાંતિ આપે. અમારા પરિવાર માટે આ ઘણી દુખદ ઘટના છે. રિતિકા ઘણી મહેનતુ પહેલવાન હતી, ખબર નહીં તેણે કેમ આવું પગલું ભર્યું. ’