હું જ્યારે 18 વર્ષની હતી ત્યારે હું પહેલી વખત સેરેના વિલિયમ્સ સામે રમી હતી -સાનિયા
Australian Open
સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના (ફાઇલ તસવીર)
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નની જોડી ઑસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ્ડ-ડબલ્સના ફાઇનલ રાઉન્ડમાં બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડી સામે 62–2 અને 77–6થી પરાજિત થઈ છે. સાનિયા મિર્ઝા આ વર્ષે પોતાની છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ રમી રહી હતી. સાનિયા મિર્ઝાએ તેના ટેનિસ કરિઅરમાં 3 મિક્સ્ડ-ડબલ ગ્રૅન્ડ સ્લૅમ જીત્યા છે જેમાં ઑસ્ટ્રેલિયન ઓપન 2009, 2012 ફ્રેંચ ઓપન અને 2014 અમેરિકન ઓપનનો સમાવેશ છે.
સાનિયા ઑસ્ટ્રેલિયન ઑપનની ફાઇનલમાં પરાજિત થતાં તેના આંખોમાં આંસુ આવી ગયાં અને સાનિયા મિર્ઝાએ જાહેર કર્યું કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં દુબઈમાં શરૂ થનારી WTA ટુર્નામેન્ટ તેના ટેનિસ કરિઅરની છેલ્લી ટુર્નામેન્ટ હશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બોપન્ના સાથેની જોડી સાનિયા માટે સ્પેશ્યલ
ફાઇનલમાં હારી જતા 42 વર્ષના રોહને સાનિયાને તેમનાં કરિઅર બદલ અભિનંદન આપ્યા અને રોહને સાનિયાનાં વખાણ કરતાં કહ્યું કે “સાનિયાએ દેશના અનેક યુવાનોને ટેનિસ પ્રત્યે પ્રેરિત કર્યા છે અને તેમણે હમેશાં દેશને ટેનિસ જગતમાં આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે” આ દરમ્યાન સાનિયા ભાવુક થઈ ગઈ હતી.
View this post on Instagram
ફાઇનલ સ્પીચ વખતે સાનિયાએ ઑસ્ટ્રેલિયન ઓપન 2022ના વિજેતા જોડી બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસને અભિનંદન આપ્યા અને કહ્યું “મારી પ્રોફેશનલ કરિઅરની શરૂઆત 2005માં મેલબર્નથી થઈ હતી અને પોતાના કરિઅરને અલવિદા કહેવા માટે આ સૌથી સારી જગ્યા છે. સાનિયાએ વધુ ઉમેરતા કહ્યું કે "હું જ્યારે 18 વર્ષની હતી ત્યારે હું પહેલી વખત સેરેના વિલિયમ્સ સામે રમી હતી અને 18 વર્ષ પહેલા કેરોલીના સામે રમી હતી અને તે મારા માટે સમ્માનની વાત છે."