સાનિયા મિર્ઝા અને તેની કઝાખસ્તાનની પાર્ટનર ઍના ડેનિલિનાની જોડી ઑસ્ટ્રેલિયન ઓપનના વિમેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં યુક્રેનની એલિસન વેન અને બલ્જિયમની એનહેલિના કલિના સામે ૪-૬, ૬-૨,૨-૬થી હારીને બહાર ફેંકાઈ ગઈ હતી
સાનિયા મિર્ઝા
કરીઅરની છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ રમનાર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની કઝાખસ્તાનની પાર્ટનર ઍના ડેનિલિનાની જોડી ઑસ્ટ્રેલિયન ઓપનના વિમેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં યુક્રેનની એલિસન વેન અને બલ્જિયમની એનહેલિના કલિના સામે ૪-૬, ૬-૨,૨-૬થી હારીને બહાર ફેંકાઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં રમતાં પહેલાં જ પોતાની આ છેલ્લી ટુર્નામેન્ટ હોવાની ઘોષણા કરનાર સાનિયા મિક્સ્ડ ડબલ્સમાં હજુ રોહન બોપન્ના સાથે મૅચ રમી રહી છે. આ જોડી બીજા રાઉન્ડમાં પહોંચી છે.

