કબડ્ડીની ગ્રુપ મૅચમાં મેન્સમાં ભારતે થાઇલૅન્ડની ટીમને ૬૩-૨૬થી અને વિમેન્સમાં ભારતે એ જ હરીફ દેશની ટીમને ૫૪-૨૨થી હરાવી હતી
Asian Games
હર્મિલન બેઇન્સ
(૧) પત્તાંની બ્રિજની રમતની સ્પર્ધામાં ભારતની મેન્સ ટીમે ગઈ કાલે યજમાન ચીનને ૨-૧થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આજે ફાઇનલમાં ભારતનો મુકાબલો હૉન્ગકૉન્ગ સામે છે. ભારતની ટીમમાં જેગ્ગી શિવદાસાની, સંદીપ ઠકરાલ, સુમીત મુખરજી, રાજેશ્વર તિવારી, રાજુ તોલાની અને અજય ખરેનો સમાવેશ છે.
(૨) મેન્સ ૪X૪૦૦ મીટર રિલેમાં ભારત ૩ મિનિટ ૦૧.૫૮ સેકન્ડના ટાઇમિંગ સાથે ગોલ્ડ જીત્યું અને વિમેન્સમાં ૩ મિનિટ ૨૭.૮૫ સેકન્ડના ટાઇમિંગ સાથે સિલ્વર મેડલ મેળવ્યો. મેન્સ ટીમમાં અનસ યાહિયા, અમોજ જૅકબ, મુહમ્મદ અજમલ અને રાજેશ રમેશનો તેમ જ વિમેન્સ ટીમમાં વિથ્યા રામરાજ, ઐશ્વર્યા મિશ્રા, પ્રાચી અને સુભા વેન્કટેશનનો સમાવેશ હતો.
(૩) કુસ્તીની ગ્રેકો રોમન સ્પર્ધામાં સુનીલ કુમારે ગઈ કાલે ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. તે ૮૭ કિલો વર્ગમાં બ્રૉન્ઝ જીત્યો હતો.
(૪) લાંબા અંતરની દોડમાં ભારતનો ચૅમ્પિયન અવિનાશ સાબળે ૫૦૦૦ મીટરની રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેના ૧૩ મિનિટ ૨૧.૦૯ સેકન્ડના ટાઇમિંગ સામે ગોલ્ડ વિજેતા બાહરિનના બિરહાનુ બાલેવનું ટાઇમિંગ ૧૩ઃ૧૭.૪૦ હતું.
(૫) વિમેન્સ ૮૦૦ મીટર દોડમાં ભારતની હર્મિલન બેઇન્સ (૨ઃ૦૩.૭૫) સિલ્વર મેડલ જીતી હતી. શ્રીલંકાની થારુશી (૨ઃ૦૩.૨૦) ગોલ્ડ જીતી હતી.
(૬) કબડ્ડીની ગ્રુપ મૅચમાં મેન્સમાં ભારતે થાઇલૅન્ડની ટીમને ૬૩-૨૬થી અને વિમેન્સમાં ભારતે એ જ હરીફ દેશની ટીમને ૫૪-૨૨થી હરાવી હતી.
એશિયન ગેમ્સમાં કોણ કેટલા પાણીમાં? |
||||
દેશ |
ગોલ્ડ |
સિલ્વર |
બ્રૉન્ઝ |
કુલ |
ચીન |
૧૬૭ |
૯૨ |
૫૧ |
૩૧૦ |
જપાન |
૩૬ |
૫૧ |
૫૬ |
૧૪૩ |
સાઉથ કોરિયા |
૩૩ |
૪૪ |
૬૭ |
૧૪૪ |
ભારત |
૧૭ |
૩૧ |
૩૨ |
૮૦ |
ઉઝબેકિસ્તાન |
૧૫ |
૧૫ |
૨૨ |
૫૨ |
ચાઇનીઝ તાઇપેઇ |
૧૨ |
૧૨ |
૨૦ |
૪૪ |
થાઇલૅન્ડ |
૧૦ |
૧૨ |
૨૩ |
૪૫ |
બાહરિન |
૯ |
૧ |
૫ |
૧૫ |
નૉર્થ કોરિયા |
૮ |
૧૦ |
૮ |
૨૬ |
હૉન્ગકૉન્ગ |
૭ |
૧૫ |
૨૮ |
૫૦ |