Pooja Sihag: કૉમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલ જીતનારી ભારતીય મહિલા પહેલવાન પૂજા સિહાગના પતિ આનંદ સિહાગનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. તો અન્ય બે મિત્રોની સ્થિતિ પણ ગંભીર જણાઈ રહી છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
કૉમનવેલ્થ ગેમ્સ 2022માં પૂજા સિહાગે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તેણે રેસ્લિંગમાં આ બ્રૉન્ઝ મેડલ પોતાને નામે કર્યો હતો, પણ હવે આ પહેલવાન પર દુઃખના પડાડ તૂટ્યા છે. હકિકતે, પૂજા સિહાગના પતિ આનંદ સિહાગનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. આનંદ સિહાગ રેસલિંગમાં નેશનલ લેવલ પર પોતાનો જલવો બતાવી ચૂક્યા હતા. આ સિવાય પૂજા સિહાગના પતિ આનંદ સિહાગના નિકટતમ મિત્રો સોનુ અને રવિની સ્થિતિ પણ ગંભીર કહેવામાં આવી રહી છે. સોનુ અને રવિ પણ રેસલર છે.
શંકાસ્પદ સ્થિતિમાં આનંદ સિહાગનું મોત
પૂજા સિહાગના પતિ આનંદ સિહાગ રોહતક સ્થિત ગઢીના બોહર ગામના રહેવાસી હતા. હકિકતે, આનંદ સિહાગના મોતની સૂચના મળ્યા પછી પોલીસ લગભગ 7 વાગ્યે સવારે ઘટનાસ્થળે પહોંચી. જો કે, આનંદ સિહાગનું મૃત્યુ કેવી રીતે થયું, આ કારણની જાણ હજી સુધી થઈ નથી. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં જાટ કૉલેજ પાસે આનંદ સિહાગ પોતાના મિત્રો સાથે કંઇક પી રહ્યા હતા, જેના પછી આનંદ સિહાગ સહિત બન્ને મિત્રોની તબિયત બગડવા માંડી.
ADVERTISEMENT
પૂજા સિહાગે કૉમનવેલ્થ ગેમ્સ 2022માં પોતાને નામે કર્યો હતો બ્રૉન્ઝ મેડલ
નોંધનીય છે કે કૉમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં ભારતીય પહેલવાન પૂજા સિહાગ (Pooja Sihag)એ બ્રૉન્ઝ મેડલ (Bronze Medal) જીત્યો હતો. તેણે વિમેન્સ 76 કિલો વજનમાં ઑસ્ટ્રેલિયાની નાઓમી ડી બ્રુઈન (Naomi De Bruin)ને હરાવીને બ્રૉન્ઝ મેડલ પોતાને નામે કર્યું હતું. હકિકતે, તે મેચમાં ભારતીય પહેલવાન પૂજા સિહાગને ટેક્નિકલ શ્રેષ્ઠતાના આધારે ઑસ્ટ્રેલિયાની નાઓમી ડી બ્રુઈનને હરાવી હતી.