બ્રાઝિલ અને કૅનેડાની ખેલાડી અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે રહી હતી
કેટી લેડેકી
અમેરિકાની મહિલા સ્વિમર કેટી લેડેકીએ શનિવારે ટૉરોન્ટોના પૅન એમ સ્પોર્ટ્સ સેન્ટરમાં યોજાયેલી ફિના સ્વિમિંગ વર્લ્ડ કપની પહેલી ઇવેન્ટમાં ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો હતો. તેણે ૧૫ મિનિટ ૦૮.૨૪ સેકન્ડમાં આ અંતર કાપ્યું હતું. ૨૦૧૯માં જર્મનીની સારાહ વેલબ્રોકના ૧૫ મિનિટ ૧૮.૦૧ સેકન્ડના અગાઉના રેકૉર્ડ કરતાં તેણે અંદાજે ૧૦ સેકન્ડ ઓછી લીધી હતી. બ્રાઝિલ અને કૅનેડાની ખેલાડી અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે રહી હતી. રેકૉર્ડ બ્રેક કર્યા બાદ કેટી લેડેકીએ થોડા સમય બાદ ૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો, જેમાં તેણે એક મિનિટ ૫૨.૩૧ સેકન્ડનો સમય લઈને સિલ્વર મેડલ મેળવ્યો હતો.