સવારે મતદાન કર્યા પછી મનુ દુર્ગા પૂજા ઉત્સવમાં ભાગ લેવા કલકત્તા પહોંચી ગઈ હતી
મનુ ભાકર
હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે મતદાન થયું હતું, જેમાં પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને આવેલી મનુ ભાકરે પણ વોટિંગ કર્યું હતું. બાવીસ વર્ષની મનુએ પહેલવહેલી વાર મતદાન કર્યું હતું. સવારે મતદાન કર્યા પછી મનુ દુર્ગા પૂજા ઉત્સવમાં ભાગ લેવા કલકત્તા પહોંચી ગઈ હતી. કલકત્તામાં મનુ શ્રીભૂમિ દુર્ગા પૂજા-પંડાલમાં ગઈ હતી અને શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબ તરફથી તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં તે વાયોલિન વગાડતી જોવા મળી હતી.