ICC વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાનો મુકાબલો થશે. રમત પહેલા ક્રિકેટ ચાહકોએ આગામી મેચને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ચાહકો મરીન ડ્રાઇવ પ્રોમેનેડ પર એકઠા થયા હતા અને ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચ પહેલા વાનખેડે સ્ટેડિયમની બહાર જલ્લોશ કરતા જોવા મળ્યા હતા. ચર્ચગેટના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચેની ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચ પહેલા સ્ટેડિયમમાં આવતાં જ ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોએ તાળીઓ પાડી હતી.