૨૦૧૪થી ૭ વન-ડે સિરીઝ રમાઈ બન્ને ટીમ વચ્ચે, માત્ર પહેલી સિરીઝ રહી હતી ડ્રૉ
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે અફઘાનિસ્તાનની ટીમ
ઝિમ્બાબ્વે સામે ૨-૧થી T20 સિરીઝ જીતનાર અફઘાનિસ્તાનની ટીમે ગઈ કાલે ત્રીજી વન-ડે મૅચ જીતીને ૨-૦થી ત્રણ મૅચની વન-ડે સિરીઝ પણ જીતી લીધી છે. ગઈ કાલે ત્રીજી વન-ડેમાં યજમાન ટીમ ૩૦.૧ ઓવરમાં ૧૨૭ રન બનાવી શકી હતી. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે ૨૬.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવી ૧૩૧ રન બનાવી ૧૨૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પહેલી વન-ડે વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી, જ્યારે બીજી વન-ડેમાં અફઘાનિસ્તાને ૨૩૨ રનની પોતાની સૌથી મોટી જીત નોંધાવી હતી.
ગઈ કાલે ત્રીજી વન-ડેમાં ૮ વિકેટે મળેલી જીતથી અફઘાનિસ્તાને આ હરીફ ટીમ સામે સળંગ છઠ્ઠી વન-ડે સિરીઝ જીતી છે. બન્ને ટીમ વચ્ચે ૨૦૧૪થી ૭ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાંથી પહેલી ચાર મૅચની વન-ડે સિરીઝ ૨-૨થી ડ્રૉ રહી હતી. ઝિમ્બાબ્વેની ટીમ માર્ચ ૨૦૧૮થી આ ટીમ સામે વન-ડે મૅચ પણ જીતી શકી નથી. બન્ને ટીમ વચ્ચે ૨૬ ડિસેમ્બરથી બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે.