પહેલા દિવસે ૮૫ ઓવરમાં ૪ વિકેટે ૩૬૩ રન ફટકાર્યા
ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન
૨૮ વર્ષ બાદ પોતાની ધરતી પર બૉક્સિંગ ડે ટેસ્ટ રમી રહેલી ઝિમ્બાબ્વેની ટીમે ગઈ કાલે પહેલી ટેસ્ટમાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. અફઘાનિસ્તાન સામે યજમાન ટીમે પહેલી ટેસ્ટના પહેલા દિવસે ૮૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૩૬૩ રન કર્યા હતા. શૉં વિલિયમ્સ ઝિમ્બાબ્વે માટે આ ઇનિંગ્સમાં સૌથી વધુ ૧૬૧ બૉલમાં ૧૪૫ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો છે. રાશિદ ખાનના સ્થાને ટીમમાં સામેલ થયેલા અફઘાની સ્પિનર અલ્લાહ મોહમ્મદ ગઝનફરે બે વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડના ક્રિકેટર ટૉમ અને સૅન કરૅનના ભાઈ બેન કરૅને વન-ડે બાદ ટેસ્ટમાં ઝિમ્બાબ્વે માટે ડેબ્યુ કર્યું છે. તેણે પહેલી જ ઇનિંગ્સમાં ૭૪ બૉલમાં ૬૮ રન કર્યા હતા.